તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ : ખેતમજૂરોની ઓછી સંખ્યાને લઇ ઘઉંની કાપણી મોંઘી, વીઘે ‌1000નો ભાવ વધી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અપાયેલા લોકડાઉનને લઇ મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયોએ વતન તરફ હિજરત કરી છે. જેની અસર જિલ્લાની ખેતીવાડી પર થઇ હોય તેમ ઘઉંની કાપણી અટવાઇ છે. જે ખેત મજૂર હજુએ જિલ્લામાં છે તેઓએ વિઘે રૂ.1 હજાર વધુ લઇ રહ્યા છે. રૂપિયા ખર્ચીને કાપણી માટે ખેડૂતો વેઇટીંગમાં હોવાના કારણે ચાલુ સાલે કાપણી 10 થી 15 દિવસ મોડી પૂરી થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

લોકડાઉનના કારણે હિજરત કરવા મજબુર બનેલા પરપ્રાંતિય લોકોના કારણે જિલ્લામાં અત્યારે ઘઉંની કાપણીનું કામ ધીમુ પડ્યું છે. ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર હોવા છતાં ખેત મજૂરો ન મળતાં ખેડૂતો મજૂરો શોધી રહ્યા છે. આ સ્થિતમાં હજુએ જિલ્લામાં રોકાયેલા પરપ્રાંતિય ખેત મજૂર સાથે સ્થાનિક ખેત મજૂરની માંગ વધી છે. ખેડૂતો સામાન્ય રીતે 1 વિઘામાં કાપણી માટે રૂ.2500 ચૂકવાતા હતા. તેની જગ્યાએ અત્યારે ખેત મજૂરોની અછતના કારણે રૂ.3500 ચૂકવી રહ્યા છે. ખેત મજૂરોની ઓછી સંખ્યાના કારણે રૂપિયા ખર્ચીને ખેડૂતોને રાહ જોવાની નોબત આવી છે. આની સૌથી મોટી અસર શહેરોની આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિમાં કાપણી આ વર્ષે સમય કરતાં 10 થી 15 દિવસ મોડી પૂરી થશે. તો કેટલાક ખેડૂતોએ પોતાના પરિવાર સાથે જાતે જ કાપણી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...