તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લા‌ેકડાઉનમાં ડ્રોનથી વોચ|પાટણમાં 5 સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં લોકડાઉનમાં રહીશો ઘરમાં ન રહી સોસાયટી વિસ્તારમાં ફરતા અને ટોળી વળી બેસતા લોકડાઉનનો ભંગ ઉપરાંત કોરોના સંક્ર્મનો ભય વધતા લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેવા હેતુથી પાટણ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મીઓ દ્વારા સોસાયટીઓમાં ડ્રોન ઉડાડી વોચ રાખવાની રવિવારથી શરૂઆત કરી હતી જેમાં સવારે પ્રથમ અંબાજી નેળીયા વિસ્તાર,જૂનાગંજ બજાર વિસ્તાર સહીત હાઇવે વિસ્તારોની સોસાયટીઓમાં બે ડ્રોન ઉડતા મૂકી કેમેરા મારફતે ઘરની બહાર બેસ્ટ લોકો અને સોસાયટીઓમાં ક્રિકેટ રમતા છોકરાઓ નજરે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ બી ડીવીજન પીઅાઇ ચિરાગ ગોસાઇ જણાવ્યુ હતુ કે અંબાજી નેળીયા વિસ્તારની શાંતિનિકેત સોસાયટીમાં ડ્રોન દ્વારા તપાસ કર્યા બાદ પોલીસે આઠ વ્યક્તીઓને પકડી લીધા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જયારે અેસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુકે ડ્રોનના માધ્યમથી પાટણ શહેરમાં કુલ 5 કેસ કરવામાં આવ્યા છે જેમાં એ ડીવીઝનમાં ત્રણ અને બી ડીવીઝનમાં બે કેસ કરાયા છે.

પાટણ જિલ્લાના 5 શહેરમાં ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે

પાટણ શહેરમાં બે ,સિદ્ધપુર ,રાધનપુર ,ચાણસ્મા અને હરિજમાં એક ડ્રોન કેમેરા હાલમાં ફાળવામાં આવ્યા છે જેનાથી વોચ રાખવાની શરૂઆત કરાઈ છે.વિસ્તાર મોટો હોય પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં બધા સ્થળો પર ડ્રોન ઉડાડી શકાય તે માટે વધુ ડ્રોનની માંગણી કરવામાં આવી છે.

શહેરની ટેલિફોન એક્સચેન્જ કેનાલ રોડ પર જીવનધારા સહીત અન્ય દસ જેટલી સોસાયટી અને ફ્લેટ આવેલા છે જેમાં જીવનધારા ,રત્નમણિ અને કેશવ હાઈટ્સ ફ્લેટમાં લોકો ઘરમાં રહેવાના બદલે ગેટ બહાર એકત્રિત થઇ બેઠા હતા.અને બાળકો સહીત મહિલાઓ બહાર ફરતી જોવા મળી હતી.ત્યારે પોલીસની ગાડીઓ પ્રેટ્રોલિંગ કરે ત્યાં સુધી ઘરમાં પુરાઈ રહ્યા બાદ બહાર આવી જતા આ સોસાયટીઓમાં લોકડાઉનનું પાલન ન થતા ખતરાની ઘંટી સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

પાલનપુરમાં 2,ડીસામાં 1, હિંમતનગર અને માલપુરમાં ડ્રોનથી 5-5 કેસ, લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલીસ ટેકનોલોજીની મદદે

બહાર નીકળતાં જરા ચેતી જજો : ડ્રોન દ્વારા પોલીસ સોસાયટી, શેરી, મહોલ્લામાં કામ વગર એકઠા થનારા લોકો પર બાજ નજર રાખશે

ટેલિફોન એક્સચેન્જ કેનાલ રોડ પરની સોસાયટીઓમાં લોકો ઘરની બહાર બેસેલા જોવા મળ્યા
અન્ય સમાચારો પણ છે...