તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતૃ તીર્થધામ સિધ્ધપુરનું બિંદુ સરોવર કોરોના ને કારણે બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર | સિધ્ધપુરનુ બિંદુ સરોવર ને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે સિદ્ધપુર માતૃગયા ધામ હોય વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની માતાનું પિંડદાન કરવા આવતા હોય છે જેથી સરકારની સીધી સૂચનાથી શુક્રવારના રોજ બિંદુ સરોવરના ગેટ પર \\\'\\\'કોરોના ને કારણે યાત્રાળુઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે આપનો સાથ સહકાર આપવા વિનંતી છે એવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વતી નીમેલ વહીવટદાર ના હુકમથી બોર્ડો લગાવવામાં આવ્યા હતા.જેથી કેટલાય શ્રદ્ધાળુઓએ અગાઉથી પિંડ દાન કરવાનું આયોજન કર્યું હતું તે બધાએ બુકિંગઓ કેન્સલ કરવાનો વારો આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...