તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઇસરની ટક્કરે ભાસરીયાના બાઇકચાલકનુ મોત,1ને ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના દેરોલ પાસે આવેલા ઋષિવન મિત્રો સાથે બાઇક પર જઇ રહેલા યુવાનને અકસ્માત નડ્યો હતો. વિજાપુર પાસે આઇસરની ટક્કરે બાઇક પરથી પટકાયેલા યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે ખસેડ્યા હતા.

મહેસાણા નજીક ભાસરિયામાં રહેતા રાજુભાઇ સુરેશભાઇ વીડજ ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો અને ગુરૂવારે કંપનીમાં રજા હોઇ તે મિત્રો સાથે બાઇક પર દેરોલ ઋષિવન જવા નીકળ્યા હતા. રાજુ ભરવાડ બાઇક પર વસઇ ડાભલા થઇ હિંમતનગર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે તેનાથી માત્ર 100 ફૂટ આગળ બાઇક પર જઇ રહેલા ખોડાભાઇ નાડીયા અને સુરેશભાઇને પાછળથી આવેલા આઇસરચાલકે ટક્કર મારી હતી.

જેમાં ખોડાભાઇને માથામાં ગંભીર ઇજા સાથે મોઢા અને નાકમાંથી લોહી વહેતું હોઇ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે સુરેશભાઇને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. વિજાપુર પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વિજાપુર પોલીસ સ્ટેશનમાં આઇસરચાલક સામે ગુનો

દેરોલ ઋષિવન ફરવા નીકળેલા મિત્રોને અકસ્માત

અન્ય સમાચારો પણ છે...