જાતિ અને ધર્મના ભેદભાવ વિના સહાય કરાશે 1500ની કીટ સંસ્થાઓના સહયોગથી બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રમિકોના પરિવારોને જાતિ કે ધર્મના ભેદભાવ વગર સહાયરૂપ થવા સામાજિક ધાર્મિક સંસ્થાઓની હિંમતનગર સહાય સમિતિના નેજા હેઠળ એકત્ર થઇ દાતાઓનો સહયોગ પ્રાપ્ત કરી રાહત સામગ્રી પહોંચાડવાના આયોજન માટે અગ્રણીઓ હાજીભાઇ દાંત્રોલિયા,ખાદીમ લાલપુરી, મુફતી અબ્દુલ અજીજ , ડો.અ.રઝાક મેમણ , અયુબભાઈ એમ એસ ટ્રેડિંગ જાવેદભાઈ કડીવાલા, હિન્દુસ્તાન એગ્રોના ઈકબાલભાઈ લુહાર,વારીસભાઈ કાઝી,સલીમભાઈ રોનકવાળા વગેરે સભ્યોની હાઈ પાવર કમિટી બનાવાઇ છે. રૂ.1500 એક એવી 1000 કિટ વિતરણ કરાશે. મુસ્લિમ ડોક્ટરોની કમિટી દ્વારા કોરોનાના જે કેસ આવે તો તેમને મદદ માર્ગદર્શન અને બચાવ માટે પ્રયાસ કરાશે. ઉલેમા મુક્તિ ડોક્ટર અને મૌલાનાની કમિટી પોતાના વિસ્તાર અને મસ્જિદમાં હકારાત્મક માર્ગદર્શનથી મહામારીમાંથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન કરશે. હિંમતનગરમાં ફસાયેલા લોકો માટે થોડાક દિવસ પૂરતી રહેવાની જમવાની સગવડ સ્કોલર હોસ્ટેલ ઇડર બાયપાસ રોડ પર
કરાઇ છે.

સહયોગ માટેની કમિટી


જમીઅત ઉલેમાએ હિંદ, દેશકાંઠા મેમણ કાઉન્સિલ,હિંમતનગર યુવા રિલીફ કમિટી, વર્લ્ડ મેમણ ફાઉન્ડેશન, જમાત એ ઇસ્લામી હિંદ, પટણી સુન્ની જમાત કૉમે બાવહિર,ગુજરાત રાજસ્થાન થરાદી મેમણ કાઉન્સિલ, દેશકાંઠા યુથ સર્કલ, સ્કોલર સ્કૂલ કેમ્પસ, જાહિદ હુસેન અલ્વી કમિટી, મોહદિશે આઝમ મિશન, શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ, દારુલ ઇફ્તા વ ઈર્શાદ

મહામારીમાં મદદ | લોકડાઉનમાં લાચાર પરિવારોની મદદ કરવા હિંમતનગર સહાય સમિતિ રચાઇ


_photocaption_શ્રમિકો માટે કરિયાણની કિટ તૈયાર કરવામાં આવી રહી છે.}મકસુદ મનસુરી*photocaption*
અન્ય સમાચારો પણ છે...