તીવ્ર માંગ વચ્ચે મિલો બંધ હોઇ તેલના ભાવ ઊંચકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાળ, ચોખા, કરિયાણામાં ટ્રાન્સપોર્ટેશન અને લેબર નહીં મળતાં માલની આયાત પર અસર

મહેસાણા માલ ગોડાઉનના તેલના હોલસેલ વેપારી પાર્થ મોદીએ કહ્યું કે, કડી મિલથી માલ સપ્લાય આવતો નથી. માર્કેટમાં રાણી, ગુલાબ, તિરુપતિ માર્કાનો સ્ટોક પણ ખાસ નથી. કડીની કંપનીમાં ડિલિવરી માટે કહ્યું તો હાલ બંધ છે એવો જવાબ મળે છે. માર્કેટમાં સનફ્લાવર, સોયાબિનનો પણ સીમિત સ્ટોક છે. હાલ 20થી 30 ટકા સ્ટોક છે, અઠવાડિયું આવું ચાલ્યું તો શોર્ટેજ સર્જાશે. વેપારી ગીરીશ પટેલે કહ્યું કે, મિલોમાં તેલનો માલ છે પણ મજૂરો વિના ગાડીમાં લોડ કરવાની મુશ્કેલી છે.

ડિલિવરીમાં રાહ જોવાની નીતિ?

હાલમાં ખેતબજારો બંધ હોઇ કપાસિયા, સીંગતેલમાં કાચો માલ મિલમાં ઓછો આવતો હોઇ તેલના ભાવ ઊંચકાયા છે. એકાદ અઠવાડિયા પહેલાં કપાસિયા તેલ રૂ.1350 આસપાસ હતું, તે ભાવે મિલમાં વેપારીઓએ બુકિંગ કરાવી દીધું હોય પણ ભાવ ઊંચકાય પછી ડિલિવરી લેવાની કેટલાક રાહ જોવે છે. એટલે કે ભાવફેરમાં વચ્ચે ચોખ્ખો રૂ.200નો ગાળિયો મળી રહે.

દાળ-ચોખાના હોલસેલ વેપારી રાજુભાઇ પ્રજાપતિએ કહ્યું કે, ત્રણેક દિવસ ટ્રાન્સપોર્ટેશન બંધ હાલત જેવું રહેતાં દાળ-ચોખાના કટ્ટા ઓછા રહ્યા હતા. વાહન તેમજ સ્ટાફને પાસ માટે કલેકટર, પાલિકાને રજૂઆત કરી હતી. હવે ટ્રાન્સપોર્ટેશન ખુલતાં સપ્લાય સરળ બનશે.વેપારી મુકેશભાઇ પટેલે કહ્યું કે,હાલ દાળ-ચોખામાં તકલીફ નથી. રાજસ્થાન થઇને આવતી ચોખાની ગાડી હજુ અટવાયેલી છે.

શહેરમાં કરિયાણાની 270 દુકાનો અને હોલસેલ 32 દુકાનો છે. એસો. પ્રમુખ રસિકભાઇ પટેલે કહ્યું કે, અમદાવાદથી કેટલીક કંપની, એજન્સીરાહે કરિયાણાની કેટલીક ચીજવસ્તુઓનો માલ સપ્લાય જલ્દી ન આવતાં તે કંપનીઓનો સ્ટોક માર્કેટમાં સિમિત રહ્યો છે. વેપારી નરેશભાઇ પટેલે કહ્યું કે, જરૂરી કરિયાણું મોટાભાગે લોકોએ ખરીદી લીધું છે, હાલ કોઇ તૂટ પડશે નહીં.

કરિયાણામાં ખાસ કોઇ માલની ખેંચ નથી

મહેસાણા | લોકડાઉનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન અને વેચાણની છૂટછાટ છતાં ઉત્પાદન એકમોમાં લેબરો અને કાચા માલની ગતિ ઘટતાં તેમજ આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટેશન મુશ્કેલીઓની સીધી અસર બજારમાં વર્તાવાની શરૂ થઇ છે. મહેસાણાના માલ ગોડાઉન સ્થિત તેલ માર્કેટમાં શુક્રવારે 5 લિટરના કેરબા ગાયબ હતા. તો ભાવ પણ ઊંચા જઇ રહ્યા છે. માલની શોર્ટેજના કારણે આ સ્થિતિ બની રહી છે.

મહેસાણામાં તેલનાં 5 લિટરીયાં ગાયબ

ઓઇલ મિલોને ટ્રાન્સપોર્ટ પરમિશન અાપી દેવાઇ છે

કડીમાં ઓઇલ મિલોથી રાજ્યમાં તેલ સપ્લાય રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે જરૂરી પાસ પરમિશન અપાશે.ટ્રાન્સપોર્ટ પરમિશન આપી દેવાઇ છે. લેબર સ્ટાફ માટે જરૂરી મંજૂરીની સ્થાનિક કક્ષાએ સૂચના આપી છે. તેલ સપ્લાય રાબેતા મુજબ બનશે. > એચ.કે.પટેલ, જિલ્લા કલેકટર
અન્ય સમાચારો પણ છે...