ધાનેરામાં પાનના ગલ્લા તેમજ દુકાન ખુલ્લી રાખનારાઓ સામે કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ ધાનેરાના કેટલાક રહેણાંક વિસ્તારમાં પાનના ગલ્લાઓની દુકાન ખુલ્લી જોવા મળી હતી. જેને લઇ રવિવારે વહેલી સવારથી જ નગરપાલિકાની ટીમ દ્વારા આવા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનમાંથી ગુટકા-તમાકુ જપ્ત કરી તેનો નાશ કર્યો હતો.

સાથે સાથે આ તમામ દુકાનદારોને ચેતવણી પણ આપી હતી કે જો હવે બીજીવાર દુકાનો ખોલવામાં આવશે તો તમામ દુકાનોને સીલ કરવામાં આવશે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...