તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડા અને ધનસુરા તાલુકાના કરણપુર ગામના યુવકને શંકાસ્પદ કોરોના વાયરસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભિલોડામાં મુંબઈથી આવેલા લોકોનું તંત્ર દ્વારા સર્વે કરાયું હતુ. જે પૈકી એક યુવાનને શરદી-ખાંસી અને તાવના લક્ષણો જણાતાં યુવકને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. અધિક્ષક ર્ડા.હીનાબેન શાહે હિંમતનગર સિવિલમાં આઈસોલેટેડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ધનસુરાના કરણપુરમાં યુવકને શંકાસ્પદ કોરોના

ધનસુરા |ધનસુરા તાલુકાના કરણપુર ગામના ૩૦ વર્ષિય યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા 108 ને જાણ કરતા યુવકને મોડાસાની યુનિટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભિલોડા બ્લોક હેલ્થ કચેરી દ્વારા સર્વે કરાયું

ભિલોડા તાલુકામાં 172 ગામો ના 67545 સભ્યો પૈકી 59119 નું સ્ક્રિનિંગ કરાયું છે. જે પૈકી કોઈ શંકાસ્પદ લક્ષણો જણાયા નથી. અને નેપાળ થી પરત ફરેલા ભિલોડા તાલુકાના 97 લોકોનું 14 દિવસનું કોરેન્ટાઇન કરાયું હતું. જે લોકોમાં કોરોના વાઇરસ ની કોઈ અસર જણાઈ ન હતી.

મુંબઇથી આવેલા લોકોનું સર્વે કરાતાં કોરોનાના લક્ષણો દેખાયો


અન્ય સમાચારો પણ છે...