તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9 .50 લાખનો ચેક પરત ફરવાના કેસમાં 1 વર્ષની કેદ, 10 લાખ દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના વેપારી પાસેથી ધંધાર્થે લીધેલા રૂ. 9.50 લાખનો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને રૂ. 10 લાખ વળતર પેટે વેપારીને ચૂકવવા આદેશ કર્યો હતો.

લીંચના હસમુખકુમાર રમેશચંદ્ર પટેલને મહેસાણાના સુમિત ગોવિંદભાઇ પટેલ સાથે મિત્રતા હોઇ હાથ ઉછીના નાણાં લઇ જતો હતો.

ઓગસ્ટ, 2018માં સુમિત પટેલે ધંધાર્થે હસમુખકુમાર પાસેથી રૂ. 9.50 લાખ દોઢ મહિનામાં પરત કરવાના વાયદે લીધા હતા. જે પેટે સુમિત પટેલે આપેલો ચેક પરત ફરતાં હસમુખભાઇ પટેલે વકીલ નરેન્દ્રભાઇ બી. પટેલ મારફતે મહેસાણા જ્યુ. કોર્ટમા ચેક રિટર્નની ફરિયાદ આપી હતી. જે કેસ બીજા એડી.ચીફ જ્યુ. જજ જાગૃતિ અમૃતલાલ પરમાર સમક્ષ ચાલતાં સુમિત ગોવિંદભાઇ પટેલને 1 વર્ષની કેદ અને રૂ.10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.

મહેસાણાના શખ્સે ધંધાર્થે હાથ ઉછીના લીધા હતા

અન્ય સમાચારો પણ છે...