જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 9 સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા કલેકટરે જિલ્લામાં પેસેન્જર વાહનો બંધ કરવા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું હતું. છતાં કેટલાક વેપારીઓ કલેકટરના જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખુલ્લી રાખી તેમજ કેટલાક વાહન ચાલકો પોતાના વાહનોમાં પેસેન્જર ભરી અવરજવર કરી રહ્યા છે. જેને લઈ તંત્રએ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરતાં ગુરુવારે પાલનપુરમાં-1, ગઢમાં-1, ધાનેરામાં-2, અંબાજીમાં-1, હડાદમાં-1, થરા-1, ભીલડીમાં-2 મળી 9 લોકોને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ કરતાં અન્ય લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

ભાભરમાં 4 દુકાનદારો સામે પોલીસ કાર્યવાહી

ભાભર | ભાભરમાં મગનભાઈ ઠાકોર (રહે.ગોસણ) આકાશ પાન પાર્લર, જગશીભાઈ ઠાકોર (રહે.ગોસણ) ચા નાસ્તાની રેકડી, બાબુભાઈ ઠક્કર (રહે.ભાભર) ચિરાગ ટ્રેડીંગ પાન મસાલા, ભગવાનસિંહ રાઠોડ (રહે.ભાભર) પાન મસાલાનો ગલ્લાના દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...