મહેસાણા જિલ્લામાં વિદેશથી આવેલા 681 નાગરિકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની વૈશ્વિક મહામારીને નાથવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટર એચ.કે. પટેલે જણાવ્યું કે, જિલ્લામાં વિદેશથી આવેલા નાગરિકોના સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરાઇ છે. જેમાં હાલ વિદેશથી આવેલા 681 નાગરિકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. ઉપરાંત, 328 નાગરિકોનું હોમ ક્વોરેન્ટાઇન પૂર્ણ થયું છે. જિલ્લામાં 900 જેટલી આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરાયું છે. હાઇરીસ્ક-વલ્નેરેબલ પોપ્યુલેશન જેવા કે સર્ગભા માતાઓ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને ટીબી તેમજ એચઆઇવીગ્રસ્ત દર્દીઓ મળી કુલ 3,62,246 નાગરિકોનું સર્વેલન્સ કરાયું છે. જેમાંથી ફલુના લક્ષણો ધરાવાતા 4265 લોકોને ઓળખી તબીબી સારવાર અપાઇ રહી છે. જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી 7 શંકાસ્પદ કેસોના નમૂના લીધા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

મહેસાણાની સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં 100 બેડ અને 10 વેન્ટીલેટર સાથે કોરોના હોસ્પિટલ તૈયાર કરાઇ, 7 સ્થળોએ 855 ક્વોરન્ટાઇનની સુવિધા

કોરોના હોસ્પિટલમાં સ્ટાફની નિમણૂંક કરાઇ

ભવિષ્યમાં રોગનું સંક્રમણ વધે તો પહોંચી વળવા મહેસાણાની સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં 100 બેડ અને 10 વેન્ટીલેટર સાથે આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે. જેના માટે સ્ટાફની નિમણૂંક પણ કરાઇ દીધી છે. ઉપરાંત, જિલ્લામાં સાત સ્થળોએ 855 ક્વોરન્ટાઇનની સુવિધા ઉભી કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...