ધાનેરામાં 6,કાંકરેજ અને વાવમાં 2 મીમી વરસાદ,જિલ્લામાં છાંટા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં બપોરે ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઇ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. ત્યારે ધાનેરામાં 6 અને કાંકરેજ-વાવમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે રાયડો, ઘઉં, જીરૂ તેમજ ઇસબગુલ જેવા પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

જિલ્લાભરમાં દિવસભર ધૂળની ડમરીઓ ઉડી હતી તો વળી જિલ્લામાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ દિવસ ભર રહ્યો હતો મોટાભાગના તાલુકાઓમાં સાંજના સમયે વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી. એક તરફ માર્કેટયાર્ડ બંધ હોવાથી ખેડૂતોનો મોલ ખેતરોમાં પડ્યો હોવાથી વરસાદમાં પલળી ગયો હતો. થરાદના કેટલાક વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઇ હતી. કાંકરેજ તાલુકામાં બપોરે બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ આવ્યો હતો. અત્યારે ખેડૂતોને ઘઉંનો પાક કપાઇ રહ્યો છે. આમ કમોસમી વરસાદ આવતા ઘઉંનો પાક નષ્ટ થવા પામ્યો છે અને એરંડાનો પાક પણ તૈયાર થયેલ હોવાથી પવનના કારણે નીચે પડતાં બગડી જવાની ભીતિ છે.

રાયડો, ઘઉં, જીરૂ તેમજ ઇસબગુલ જેવા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ

_photocaption_પાલનપુરમાં ગુરુવારે બપોરે વાતાવરણમાં પલટો આવતાં જિલ્લા પંચાયત ભવન પાસેનું હોર્ડિંગ પવનમાં તૂટી ગયું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...