તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ યુનિ.ની ભરતી પરીક્ષાની તપાસમાં ગેરરીતિ ન જણાતાં 42 કલાર્કની ભરતી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શુક્રવારે કારોબારી બેઠકમાં લાંબા સમયથી વિવાદમાં સપડાયેલ ભરતી પરીક્ષા મામલે 42 કલાર્કની જગ્યાની ભરતી માન્ય રાખી મેરીટ આધારે પસંદગી કરી દેવામાં અાવી હતી જેની યાદી બે દિવસમાં વેબસાઈટ પર મુકાશે. જોકે લાયબ્રેરી આસિસ્ટન્ટની પરીક્ષામાં સિલેબશ બહારના પ્રશ્નો અને અનેક ભૂલો હોવાની રજૂઆતના પગલે 40 ઉમેદવારોની પરીક્ષા રદ કરી ફરીથી લેવાનો નિર્ણય લેવાયો હતો.

યુનિવર્સિટીમાં શુક્વારે કુલપતિ ડૉ જે જે વોરાની અધ્યક્ષતામાં ઇસી બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ વહીવટી કામો સહીત લાંબા સમયથી પેન્ડિંગ પડેલ ભરતી પરીક્ષાઓના નિર્ણય મામલે ચર્ચા બાદ સરકારમાંથી લેવાયેલ મૌખિક અભિપ્રાયમાં કોઈ નકારત્મક જવાબ ન આવતા ભરતી પ્રકિયા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રથમ 17 ક્લાર્ક અને બીજી ભરતીમાં 25 કલાર્કની પરીક્ષામાં મેરીટ અને સરકારની અનામતની ગાઈડ લાઈન મુજબ 42 ઉમેદવારોની પસંદગીને મહોર મારવામાં અાવી હતી.

યુનિ.ની આ પરીક્ષાઓ વિવાદમાં સપડાઇ હતી

- 3 નવેમ્બરે 25 ક્લાર્ક ,4 ટાઈપિસ્ટ અને પી એ ટુ રજિસ્ટ્રારની કુલ 30 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી.

- 22 ડિસેમ્બરના રોજ 17 કલાર્ક અને લાઈબ્રેરી ટેક્નિકલ આસિસ્ટન્ટ માટેની પરીક્ષાઓ યોજાઈ હતી

ભરતીમાં થયેલા આક્ષેપોમાં કોઇ તથ્ય નહતું

સરકારમાં તમામ માહિતીઓ આપી હતી. સરકારમાંથી હકારત્મક અભિપ્રાય સાથે ભરતી પ્રકિયા આગળ વધારવા જવાબ આપ્યો છે જેથી આજે નિયમ અનુસાર જ ભરતી પ્રકિયા કરી છે. તમામ માહિતી તૈયાર કરી બે દિવસમાં યુનિની વેબસાઇટ પર સિલેક્શન કરેલ ઉમેદવારોની યાદી સહીતની વિગતો મુકવામાં આવશે > જે.જે. વોરા, કુલપતિ

ટેક્નિકલ આસિસ્ટન્ટનની ભરતી રદ કરી 42 ઉમેદવારોની ફરી પરીક્ષા લેવાશે

અન્ય સમાચારો પણ છે...