તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરનારા 36 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર| બનાસકાંઠાની પોલીસે લોકડાઉન દરમિયાન જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી રાખનારા, ટ્રાન્સપોર્ટેશન વાહન ચલાવનારા સહિત ત્રણથી વધુ લોકો એકત્રિત થનારા 36 લોકો સામે રવિવારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લાની પોલીસ લોકડાઉનને લઇ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. ત્યારે રવિવારે જિલ્લાની ડીસા પોલીસે-18, થરા-1, છાપી-1, વાવ-1, સુઇગામ-1, દાંતીવાડા-1, ભાભર-1, ધાનેરા-1, થરાદ-2, દાંતા-1, અંબાજી-1, અમીરગઢ-4, આગથળા-1 તેમજ વડગામ પોલીસે 2 મળી કુલ 36 લોકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...