તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનને પગલે અટવાઈ ગયેલા 266 શ્રમિકો ને છ એસટી બસો મારફતે વતન મોકલાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના આદેશને પગલે સરહદો સીલ થઈ જતા ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા 266 શ્રમિકો તેમના વતન જઈ ન શકતા અટવાઈ ગયા હતા ત્યારે 203 લોકોએ તેમના વતન મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવા માટે ચાલતી પકડી હતી પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ એસટી બસો દ્વારા આ તમામ 203 લોકોને મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર સુધી પહોંચાડવામાં આવ્યા હતા જ્યારે 63 લોકોને તેમના વતન દાહોદ જિલ્લામાં મોકલ્યા છે.

લોકડાઉનના પગલે સંખ્યાબંધ શ્રમિક લોકો તેમના વતન પરપ્રાંતમાં તેમજ દાહોદ ગોધરા સહિતના અંતરિયાળ જિલ્લાઓમાં જવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતુ પોલીસે રાજ્યો તેમજ જિલ્લા વચ્ચેની સરહદો સીલ કરી દીધી હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઇ ગયો છે ત્યારે લોકોએ ચાલતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વાટ પકડવાનું વારો આવ્યો છે ત્યારે કચ્છ તરફથી નીકળેલા શ્રમિકો પાટણ જિલ્લાના માર્ગો પરથી ચાલતા પસાર થઇ રહ્યા હતા તેમણે અનેક મુશ્કેલીઓ અને યાતનાઓ નો સામનો કર્યો છે આ બાબત પાટણ જિલ્લાના વહીવટી તંત્ર ને તેને આવતા તેમની મુશ્કેલી માં મદદરૂપ થવાની ભાવના થી સહાનુભૂતિ દાખવી 266 લોકોને એસટી બસ મારફતે તેમના વતન ની નજીક પહોંચાડવામાં આવ્યા છે જેમાં 129 લોકો કચ્છ થી ચાલતા રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા તેઓ શુક્રવારે બપોરે રાધનપુર સુધી આવી ગયા હતા તે તમામ 129 લોકોને તંત્ર એ બે બસો મારફતે શુક્રવારે રાત્રે રાજસ્થાન બોડર સુધી પહોંચાડી દીધા હતા આ ઉપરાંત 140 લોકો મધ્યપ્રદેશ જવા માટે કચ્છ તરફથી ચાલતા આવતા હતા અને તેઓ હારીજ નજીક પહોંચી ગયા હતા તેમને એસ.ટી બસો મારફતે મધ્યપ્રદેશ ની સરહદ સુધી પહોંચાડવા માટે શનિવારે રાત્રે ત્રણ બસો રવાના કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે હારીજ થી એક એસટી બસ મારફતે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 63 લોકોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા. તેવું જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

સરહદો સીલ થતાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 203 લોકો કચ્છમાંથી ચાલતા રાધનપુર અને હારિજ આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...