લોકડાઉનના પગલે 125 લોકોને રાધનપુરથી મધ્યપ્રદેશમાં ઝામ્બુવા તરફ રવાના કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં ફસાયેલાં 125 જેટલા લોકોને ગઈ કાલે રાત્રે 3 આઇસર ગાડીમાં અને અન્ય ગાડીમાં મધ્યપ્રદેશમાં ઝામ્બુવા રવાના કરાયા હતા. જેમાં 90 જેટલાં લોકો નવી રેલ્વે લાઈન બનતી હતી, તેમાં કામ કરતા હતા અને હિંમતનગર-ઈડરના કેટલાક ગાંધીધામ વેસ્પન કમ્પનીમાં કામ કરતા હતા. જ્યારે કેટલાક અન્ય કચ્છમાં કામ કરતા હતા, જેઓ ચાલીને રાધનપુર પહોંચ્યા હતા, આ તમામ લોકોને શ્રીરામ સેવા સમિતિ જમાડીને રવાના કર્યા હતા.

100 થી 200 કિલોમીટર ચાલીને આવતા લોકોએ જણાવ્યું કે સ્વજનો દ્વારા માહિતી મળી કે રાધનપુરમાં તંત્ર, પોલીસ અને સેવાભાવી સંસ્થાઓ તરફથી ફસાયેલાં લોકોને જમવાની અને વતન તરફ મોકલવાની વ્યવસ્થા કરે છે.જેથી મોરબી-હળવદ- રાજકોટ ભુજના કામદારો રાજસ્થાન-મધ્યપ્રદેશ જવાવાળા લોકો રાધનપુર આવ્યા હતા.

આ સેવાકીય કામમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, પ્રતાપભાઈ ઠક્કર, લાલાભાઇ ઠક્કર, પપ્પુભાઈ માનસી, હરેશભાઇ રઘુરામભાઈ ઠક્કર સહીત પોલીસ સ્ટાફ, ડી. વાય. એસ. પી. એચ. કે. વાઘેલા, પ્રાંત અધિકારી દલપતભાઈ ટાંક, મામલતદાર મકવાણા, આરોગ્ય વિભાગ સહિતની મદદ કરી હતી.

સંસ્થાઓ દ્વારા તમામ લોકોને જમાડીને વતન તરફ મોકલવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...