1129 બહાર રહેતા લોકો વાવ તાલુકાના આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના અને ધંધાર્થે બહાર રહેતા લોકો કોરોના વાયરસને લઇ પરત વતનમાં ફર્યા છે. હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. વિશ્વ સહિત ભારતમાં સરકાર દ્વારા લોકડાઉન કરેલ હોઇ વાવ તાલુકાના ધંધાર્થે બહાર રહેતા બુધવાર સુધી કુલ 1129 લોકો આવ્યા છે. જેમાં અન્ય જિલ્લાઓ તેમજ રાજ્યોમાંથી 1120 અને 9 આઉટ સ્ટેટમાંથી આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું. વાવ તાલુકામાં એકપણ શંકાસ્પદ વ્યક્તિ નથી.

અન્ય સમાચારો પણ છે...