તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જન સેવા એજ પ્રભુ સેવા’ સૂત્ર સાર્થક કરતાં ઝાલાવાડવાસીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્ષમતા કરતા વધુ સંખ્યા ધરાવતી સુરેન્દ્રનગર સબ જેલમાંથી થોડા દિવસ પહેલા 35 કેદીઓને ધ્રાંગધ્રા જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. જયારે પ્રોહીબીશનના ગુનામાં જેલમાં રહેલા 27 કેદીઓના કેસ ચલાવી મુકત કરાયા હતા. ત્યારબાદ જેલમાં રહેલા કાચા કામના અને પાકા કામના કેદીઓને છોડવા કલેકટર સમક્ષ જેલ સત્તાધીશોએ દરખાસ્ત કરી હતી. જેમાં જિલ્લા કલેકટર કે. રાજેશે કોરોના વાયરસથી સાવચેતીના પગલા રૂપે જેલમાં રહેલા 12 કેદીઓને બે માસની પેરોલ પર છોડવા મંજૂરી આપી હતી. આ અંગે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જેલ અધિક્ષક એચ.આર.રાઠોડ અને જયદીપસિંહ પરમારે જણાવ્યુ કે, જેલમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઇના ગુનામાં રહેલા 5 પુરૂષો અને 2 મહિલાઓને જેલમાંથી બે માસની પેરોલ પર છોડાયા છે. જેમાં એક મહિલા સાથે નાના બાળકનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત જે કેદીઓ 7 વર્ષ સુધીની સજા ભોગવે છે તેવા 5 કેદીઓને પણ 2 માસની પેરોલ પર મુકત કરાયા છે.

ઉપરાંત બહાર જતા કેદીઓને ફુડ પેકેટ, ફળ, રોગ પ્રતિરોધક ઉકાળો પણ આપવામાં આવ્યો હતો. હજુ જેલમાં 130 કેદીઓ રહેલા છે.

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં સેનેટાઇઝરનો છંટકાવ

ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારો સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં સોમવારે જોરાવરનગર, રતનપરમાં આવેલા વિવિધ વિસ્તારો તેમજ મેઇન રોડ પર આવેલી ઇમારતોને સોડીયમ હાઇપો ક્લોરાઇડયુક્ત પાણીનો છંટકાવ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ શંકાસ્પદ કેસ નથી. તેમ છતાં સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં પ્રથમ બે દિવસોમાં સુરેન્દ્રનગર મેઇન રોડ, દાળમિલ સહીતના વિસ્તારોમાં સેનેટાઇઝ કર્યા બાદ સોમવારે જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં પાલિકા પ્રમુખ વિપિનભાઇ ટોળીયાની સુચનાથી આર.કે.ઝાલા, જયભાઇ રાવલ,ગોપાલભાઇ સહીતની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. જોરાવરનગર મેઇન બજાર ઉપરાંત રતનપરના સોમનાથ ચોક, રામેશ્વર ટાઉનશીપ, અવધેશ્વર ટાઉનશીપ, બાયપાસ રોડમાં સોડીયમ હાઇપો ક્લોરાઇડયુક્ત 10 હજાર લીટરથી વધુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

સાયલાથી દર્દીઓને લઇ આવતી વાન ડિટેઇન કરાઇ

ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર

કોરોના વાયરસના ભયના પગલે લોકડાઉન જાહેર કરાયુ છે. ત્યારે જોરાવરનગર પીએસઆઇ એચ.એમ.રબારી સહિતનો સ્ટાફ રતનપર ઢાળે સોમવારે સવારે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ સમયે શહેરમાં આવતા અને બહાર જતા વાહનોની ખાસ તપાસ કરાઇ રહી હતી. ત્યારે એક વાનને રોકી તપાસ કરતા તેમાં ડ્રાઇવર સહિત આઠ વ્યકિતઓ બેસેલી નજરે પડી હતી. જેમાં સાયલા તાલુકાના કાનપરમાં રહેતા દેવાયત ભીખાભાઇ સરૈયા ગામના દર્દીઓને લઇ સુરેન્દ્રનગર આવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આથી પોલીસે આરોગ્યની ટીમને પોલીસ મથકે બોલાવી તમામની તપાસ કરાવી જયાં જરૂર જણાય તે દવાખાને મોકલી આપ્યા હતા. આ દર્દીઓમાં એક સગર્ભા બહેન હોવાથી તેઓને સી.જે.હોસ્પિટલ સામેની ખાનગી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા. જયારે લોકડાઉનની સ્થિતિમાં પણ પેસેન્જરો બેસાડી વાહન લઇ સુરેન્દ્રનગર આવનાર વાહન ડિટ઼ેઇન કરાયુ હતુ.

98790 62790 અને 97095 11111 ઉપર મેસેજ કરો

ભાસ્કર ન્યૂઝ | ચોટીલા

કોરોનાને લઇ દેશ સહિત ગુજરાત ભરમાં લોકડાઉન જાહેર કરાતા લોકોને ઘરોમાં રહેવા જણાવાયુ છે. ત્યારે ચોટીલામાં કડક અમલવારીને પગલે વાહન વ્યવહાર બંધ અને કુરીયર સેવા પણ બંધ થતા ચોટીલામાંથી અનેક દર્દીઓ રાજકોટની હોસ્પીટલોમાં સારવાર કરાવતા હોય તેમને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે ચોટીલાના સામાજીક કાર્યકર હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયદીપભાઇ ખાચરને ધ્યાને આવતા તેઓએ પોતાનો વ્હોટ્સએપનંબર જાહેર કરી તેમાં દર્દીઓને દવાઓ અંગે જાણ કરવા જણાવ્યુ હતુ. આ અંગે તેઓએ જણાવ્યુ કે, 98790 62790 અને 97095 11111 અથવાતો 99091 24153 તેમજ 98255 80958 પર દર્દીઓ દવાઓ અંગે જાણ કરે તો રાજકોટથી મંગાવી આપીશુ હાલ સુધીમાં 96 દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. લોકોની જરૂરીયાત મુંજબ દવાઓ મંગાવી આપવામાં આવશે.

બુધવાર રાત સુધીમાં તમામ કિટો તૈયારી કરી દેવાશે

ભાસ્કર ન્યૂઝ । પાટડી

હાલમાં કોરોનાની કહેર વચ્ચે અનેક સેવાભાવી લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે મીઠામાં પણ કામ ઠપ્પ રહેતા ગરીબ કામદારો માટે ખારાઘોડા મીઠા ઉદ્યોગ રૂ. 10 લાખની 1000 કીટસ ગરીબોને વહેંચી માનવતાભર્યું કામ કરશે.

ખારાઘોડા આયોડાઇઝ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોશીયેશન તથા મેગ્નેશીયમ ક્લોરાઇડના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને નિરાધાર લોકોને રૂ. 10 લાખની કુલ 1000 કીટ જેમાં અનાજ કરીયાણા સહિતનો સામાન આપવામાં આવશે. આ અંગે ખારાઘોડા સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોશીયેશનના રાજુભાઇ દેસાઇ, હિંગોરભાઇ રબારી અને દિલીપભાઇ કોટકે જણાવ્યું કે, ચાલુ વર્ષ 2020-2021માં મીઠાના વેપારીઓ મીઠાના નવા પ્રોડક્શનના પ્રતિ મે.ટનના રૂ. એક લેખે અને મેગ્નેશીયાની ફેક્ટરીઓવાળા દરેક ભઠ્ઠી દીઠ રૂ. 25000નો ફાળો આપશે. અને આ રીતે ખારાઘોડાનો મીઠા ઉદ્યોગ રૂ. 10 લાખની કુલ 1000 કીટો ગરીબ, જરૂરીયાતમંદ અને નિરાધાર લોકોને આપી એમના જીવનમાં ખુશી લાવવાનું માનવતાભર્યું કામ કરશે.

ગુરૂવારે કામદારોને વિતરણ

આ અંગે ખારાઘોડા આયોડાઇઝ મેન્યુફેક્ચરર્સ સોલ્ટ એસોશીએશનના હિંગોરભાઇ રબારીએ જણાવ્યું કે, ગુરૂવારથી પાટડી નાયબ કલેક્ટર, મામલતદાર, અભયારણ્ય વિભાગના ડીએફઓ અને પીએસઆઇ અને મીઠા ઉદ્યોગના વેપારીઓ સહિતના આલા અધિકારીઓની હાજરીમાં આ અનાજ કરીયાણા સહિતના સામાનની કીટનું વિતરણ કરવામાં આવશે.

લીંબડી | લોકડાઉનન પગલે છૂટક મજૂરી કામ બંધ થઈ જતા માલધારી સમાજના યુવાનોએ મળી રાશનની કીટનું વિતરણ કર્યું હતુ

ચકાસણી બાદ પોલીસે દવાખાને મોકલ્યા

ધ્રાંગધ્રા | ઈલેક્ટ્રોનિકના વેપારી જીવાભાઈ સોલંકી દ્વારા બજારમાં લારીમાં શાકભાજીની કીટ મુકી જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું.

ડ્રાઇવર સહિત 8 માણસો બેઠાં હતાં

સુરેન્દ્રનગર | શહેરના રસ્તા પર સેવાભાવી યુવાનો ગરીબ માણસને ભોજન આપી કહેતા જોવા મળ્યા હતા લે ભાઇ ભુખ્યો ન રહેતો.

સુરેન્દ્રનગર સબ જેલમાંથી વધુ 12 કેદી પેરોલ પર છોડ્યા

લીંબડી | શહેર યુવા ભાજપ મંત્રી રાજુભાઈ ભરવાડે જરૂરિયાતમંદ બાળકોને બિસ્કિટનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. 

પ્રોહીબીશનના 27 કેદીને મુક્ત કરાયાં

સુરેન્દ્રનગર| કોરોનાના પગલે લોકડાઉનને લઇને શહરના રામભોજનાલય દ્વારા દરરોજ 800થી વધુ જરૂરિયાતમંદ લોકોને જમાડવામાં આવે છે.

ચોટીલાના દર્દીઓ માટે રાજકોટથી દવા મંગાવવા માટે સેવા શરૂ કરાઇ

પાટડી |રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક ભરતભાઈ પંડયા અને સેવાભાવી યુવાન નિલેશભાઈ પટેલ દ્વારા રાશનની કીટનું વિતરણ કરાયું હતું.

ખારાઘોડા મીઠા ઉદ્યોગ 10 લાખની કુલ 1000 કીટ્સ ગરીબોને વહેંચશે

મૂળી | રાયસંગપર ગામે રહેતા વિચરતી વિમુક્તજાતીનાં વાદી પરિવારનાં  40થી વધુ લોકોને સ્થાનિક માજી સરપંચ નવુભા ઝાલા, તાલુકાવિકાસ અધિકારી ધિરેન સોનારાએ ધંઉ, તેલ, મરચુ શાકભાજી સહિત અાપી હતી.

વાઘેલાની સાંકડી ગલીમાં પોલીસ વાન ફસાઇ

પાટડી પાલિકાના મહિલા પ્રમુખ સેનિટારાઇઝ કરવા પહોંચ્યા

કોરોનાની કહેર વચ્ચે કામ ઠપ્પ રહેતા નિર્ણય

{ પાટડી પાલિકાના મહિલા પ્રમુખ સુરેખાબેન પટેલ જાતે પાણીના બંબા સાથે પાટડીના વિવિધ વિસ્તારોને સેનિટારાઇઝ કરવા પહોંચ્યા હતા.

વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં લોકડાઉનની અસર ન હોવાની બુમરાડો વચ્ચે રવિવારે પોલીસ પહોંચી હતી. આ અંગેની જાણ જાણ થતા ગામના સરપંચે પોલીસ સાથે વાતચીત કરીને લોકડાઉનના અમલઅંગે સુચનો મેળવ્યા હતા. જ્યારે ગામડાઓની શેરીઓમાં પોલીસ વાહન ફસાતા મહામહેનતે બહાર નિકળ્યુ હતુ. આ અંગે વાઘેલા સરપંચ નારૂભા મસાણીએ જણાવ્યુ કે છેલ્લા 15 દિવસથી નર્મદાનું પીવાનું પાણી આવ્યુ ન હતુ. આથી આ અંગે નર્મદા ઇજનેરને રજૂઆત માટે આંટા ખાવા પડ્યા છે. અંતે પાઇપલાઇન લીકેજ અને માળોદ પાસે પાણી રોક્યાના સમાચાર વચ્ચે પાણી શરૂ થયુ છે. હાલ ગામમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. જ્યારે પોલીસે પણ બહાર રખડવુ કે માણસો ભેગા ન થાય તેવી સુચના આપી છે.


_photocaption_ ચોટીલામાં જરૂરીયાતમંદ દર્દીઓને દવામળે માટે સેવા કાર્ય શરૂ કરાયુ છે.*photocaption*

ચોટીલા | તાલુકાના 900થી વધુ ગરીબ પરિવારોને વૈશાલીમાસી, મમતામાસી અને ખુશ્બુમાસીએ ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું.

સુરેન્દ્રનગર | દુધરેજધામ વડવાળા મંદિરના મહામંડલેશ્વર કનીરામજીબાપુની આજ્ઞાથી પાર્થભાઈ વીસાણી, ઘનશ્યામભાઈ રબારી, વજુભા ગઢવી અને તેમની ટીમ દ્વારા ગાંઠીયા, ગુંદી, પુરી, ભાજીના ફુડ પેકેટ અપાયા હતાં.

થાન | ક્ષત્રીય સમાજના દિગ્વીજયસિંહ રાણાના માર્ગદર્શનમાં શહેરમાં 5 હજારથી વધુ માસ્કનું નિશુલ્ક વિતરણ કરાયુ હતુ.

સુરેન્દ્રનગર| લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને ભોજન વગર ન રહેવુ પડે માટે સ્થાનકવાસી જૈનસંઘ કેરીબજાર ટીમે સેવાકાર્ય શરૂ કર્યુ હતુ.

| 4

અમદાવાદ } મંગળવાર, 31 માર્ચ, 2020

સુરેન્દ્રનગર . વઢવાણ . ધ્રાંગધ્રા . હળવદ . ચોટીલા . પાટડી
અન્ય સમાચારો પણ છે...