યુવકને બાઇકે અડફેટે લેતાં ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દશલાના રાજુભાઇ માવી 9 માર્ચે હોળીનો સામાન લેવા માટે ગયા હતા. તે દરમિયાન સાંજના સમયે કતવારા ક્રોસીંગ નજીક રાજુભાઇ માવી રોડની બાજુમાં ઉભા હતા. ત્યારે બાઇકના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી રાજુભાઇને જોરદાર ટક્કર મારી નીચે પાડી અને પોતે પણ પડી ગયો હતો. અકસ્માતમાં રાજુભાઇને ઇજાઓ થતા 108 દ્વારા દાહોદના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. બાઇક ચાલક સામે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...