તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નદીસરમાં ત્રિપાંખીયા પ્રેમમાં યુવાને પહેલી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે રહેતી યુવતી સાથે નદીસર ગામના યુવાને પ્રેમ ચાલતો હતો. યુવાનને અન્ય યુવતીો સાથે પ્રેમ થતાં તેને પહેલી પ્રેમીકાને લગ્નની ના પાડતાં પ્રેમિકા લગ્નની જીદ કરતાં યુવાને નદીસર પાસેના મહીસાગર નદીના કોતરમાં યુવતીને ખોદેલા ખાડામાં મારીને દાટી દીધી હતી. યુવકે બજારમાંથી મીઠું ખરીદતાં જેની જાણ પોલીસને થતાં પોલીસે ગુમ થયેલ યુવતીની હત્યાની ગુંથી ઉકેલી હતી. પોલીસે હત્યારા યુવકને પકડીને કાંકણપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

નદીસર ગામે રહેતો દીગપાલસિંહ અરવિંદસિંહ લાકોડને મોટી કાંટડીમાં રહેતી હીનાબેન રાઉલજી(સોલંકી) સાથે પ્રેમ સંબધ હતો. દીગપાલસિંહ લાકોડને અન્ય યુવતી સાથે પણ પ્રેમ થતાં તે હિનાથી દુર રહેવા લાગ્યો હતો. અા બાજુ હિના દિગપાલસિહ સાથે લગ્નના સપનાં દેખતી હતી. અાખરે હિનાઅે દિગપાલસિંહને લગ્ન કરવાની જીદ કરી હતી. રોજ રોજ હિના દિગપાલસિંહને લગ્નની જીદ કરતાં અાખરે દિગપાલસિંહે બીજી પ્રેમીકાને પામવા પ્રથમ પ્રેમીકા હિનાની હત્યાનું કાવત્રરૂ રચ્યું હતું. દિગપાલસીંહે હિનાને 13 માર્ચે રોજ બોલાવી ફરવા લઇ ગયો હતો. ત્યાર બાદ દિગપાલસિંહ હિનાને નદીસર ગામના મહિસાગર નદીના કિનારે કોતરમાં લઇ ગયો હતો. જયાં દિગપાલસિંહે અગાઉથી હત્યા કરીને દાટી દેવા માટે ખાડો ખોદેલો હતો. કોતરના ખાડા પાસે હિનાનું દિગપાલસિહે ગળું દબાવીને માંથાના ભાગે પાવડો મારીને હત્યા કરી દીધી હતી. પુરાવાના નાશ કરવા માટે દિગપાલસિંહે લાશને ખોદેલા ખાડામાં મીઠાં સાથે દાટીને પુરવાનો નાશ કર્યો હતો. દિગપાલસિંહે હિનાની હત્યા કરી હોવાની કબુલાત કરતાં પોલીસને હત્યા કરી તે સ્થળે બતાવ્યું હતું. પોલીસે ગોધરા અેસડીઅેમની હાજરીમાં લાશને બહાર કાઢીને પીઅેમ અર્થે મોકલી અાપી હતી. કા|કણપુર પોલીસ મથકે દીગપાલસિહ વિરુદ્ધ હત્યાના ગુનાની ફરીયાદ નોધાઇ હતી. ખોબલા જેટલા નદીસર ગામમાં હત્યા થયાની વાત પ્રસરી જતાં લોકોના ટોળાં મહિસાગર નદી કિનારેના કોતર પર વળ્યા હતા.

કોલડીટેલ-મીઠુંંથી હત્યાની ગુંથી ઉકેલાઇ

પોલીસે તેના પ્રેમી દિગપાલસિંહને પુછતાં છ માસથી પ્રેમ સંબધ ન હોવાનુ જણાવતાં પોલીસે મોબાઇલના કોલ ડીટેલના અાધારે પોલીસને જાણવા મળ્યું કે 13 માર્ચના બંનેના લોકેશન અેક જ મળતાં પોલીસની શંકા પ્રબળ બનતા જાણવા મળ્યુકે વાછરડું મરી ગયું છે કહીને નદીસરમાંથી દિગપાલસીહે મીઠું ખરીદી કરી હતી. તેના અાધારે દિગપાલસિંહની પુછપરછ કરતાં તેને હત્યા કર્યાની કબુલાત કરી હતી.

પુર્વ અાયોજિત કાવતરું રચીને હત્યા કરી

દિગપાલસિંહે બીજી પ્રેમિકાને પામવા પહેલી પ્રેમીકા લગ્નની જીદે ચઢતાં તેને પહેલી પ્રેમીકા હિનાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેને હિનાની હત્યા કરીને લાશ દાટવા માટે મહિસાગરના કોતરમાં અગાઉથી ખાડો ખોદી નાખ્યો હતો. અને લાશ વહેલી અોગળી જાય તે માટે મીઠુ| પણ ખરીદી લીધું હતું. દિગપાલસિંહે હિનાબેનની હત્યા કરીને લાશને મીઠું નાખીને દાટી દીધી હતી. અને પુરવાનો નાશ કરવા ખાડો પુરીને જમીન પર ઝાડીઅો મુકી દીધી હતી.

હિનાઅે માતાને લગ્ન કરવા ગોધરા જઉં છુ તેમ કહ્યું હતું

કાંકણપુરમાં હિનાબેન ગુમ થયાની ફરીયાદ તેની માતા જણાવ્યું હતું કે 13 માર્ચે હિનાનો 11 વાગે ફોન અાવેલો કે તેના પ્રેમી સાથે તે લગ્ન કરવા ગોધરમા ખાતે જઇ રહી છે. અને સાથે લગ્ન કરવાના તમામ દસ્તાવેજો પણ સાથે લઇ ગઇ છું જેથી લગ્ન કરીને રાત્રે ધરે અાવતાં મોડું થશે તેમ જણાવતાં તેની માતાઅે લગ્ન ન કરવાનું જણાવ્યું હતું. પરંતું તેમની પુત્રી વાત માની ન હતી. અને બાદમાં ફોન પણ સ્વીચ અોફ કરી દીધો હતો.રાત્રે ધરે ન અાવતાં હીનાબેનની માતાઅે અનેકવાર ફોન કર્યા પણ ફોન સ્વીચ અોફ અાવતાં પોલીસને જાણ કરી હતી.

યુવકે બજારમાંથી મીઠું ખરીદતાં પોલીસ દ્વારા ગુમ થયેલી યુવતીની હત્યાની જાણ 7 દીવસ બાદ ખબર પડી

અન્ય સમાચારો પણ છે...