તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુણા પાસે બાવળ નીચેથી 28 હજારનો દારૂ મળ્યો: આરોપી છૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના તુણા ગામની સીમમાં બાવળ નીચે રાખેલો રૂ.28,800 ની કીંમતનો વિદેશી દારૂનો જથ્થો પેટ્રોલિંગ દરમિયાન કંડલા મરિન પોલીસ મથકની ટીમને મળી આવ્યો હતો પરંતુ બાતમીના આધારે પાડેલા દરોડામાં આરોપી હાજર મળ્યો ન હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, કંડલા મરિન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે ગત રાત્રે બાતમી મળી હતી કે, રેણુંકા સુગર કંપની થી સેફાલી કંપની તરફ જતા માર્ગ પર તુણાની સીમમાં બાવળની ઝાડી નીચે દારુનો જથ્થો પડ્યો છે. આ બાતમીના આધારે તે જગ્યાએ જઇને તપાસ કરતાં બાવળ નીચેથી રૂ.28,800 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 96 બોટલ મળી આવી હતી પણ આરોપી હાજર મળ્યો ન હતો. અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...