તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ યોજાયો, 21 હજાર આહુતિ આપવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ : સમગ્ર વિશ્વની સાથે ભારત દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિને લઈને લોકોમાં ગભરાટ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત કોરોનાનો વાયરસ વાતાવરણ શુદ્ધ કરવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં 21 હજાર આહુતિ આપવામાં આવી હતી. હળવદ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત કોરોનાવાયરસ વાતાવરણ શુદ્ધ કરવા માટે અને મહામારી નાશ માટે હળવદ બહ્મસમાજની વાડી ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું જે દરેક પ્રકારના કાષ્ટ વનસ્પતિઓ તેમજ ઘુતાકત મઘુતાકત પાયસ દેશી ગાયનુ ઘી તલ જવલવિંગ એલચી સુગંધ વાળુ ગુગળસરસવ અડાયા છાણાપૂર તૈયાર કરેલ જેના દ્વારા ૨૧ હજાર આહુતિ આપવામાં આવી હતી. કોરાના વાયરસ કારણે મહામારીની સમસ્યામાં હળવદ બ્રહ્મ સમાજ માધ્યમથી વિશ્વનું કલ્યાણ કથા મનુષ્યને આરોગ્ય પ્રાપ્તિ થાય છે તથા દરેક પ્રકારના ફ્લૂ વાયરસનો નાશ થાય તેવા ઉમદા હેતુથી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞના સવારે સાત વાગ્યાથી શરૂ થયો હતો અને બપોરે સાડા બાર કલાકે પૂર્ણ થયો હતો જેમાં શાસ્ત્રી તરીકે વૈભવજોષી હાદિક જોષીસહિત નવ જેટલા શાસ્ત્રીઓ આ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા આકાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઇ જાની, પ્રવિણભાઈ દેરા,રજનીભાઈ શુક્લ, વિજયભાઈ ઠાકર સહિતના બહ્મ સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...