શ્રમિકો - વિદ્યાર્થીઓનું એક મહિનાનું ભાડું માફ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને લઇને ભરૂચ કલેક્ટરે હાલની સ્થિતી સંદર્ભમાં લોકડાઉનમાં ફેક્ટરીના કામદારોને વેતન ચુકવવા માટે કંપની સંચાલકોને તાકીદ કરી છે. ઉપરાંત શ્રમિકો - વિદ્યાર્થીઓ પાસે એક મહિનાનું ભાડું નહીં માંગવા મકાન માલિકોને સૂચના આપી છે. તેમ છતાંય જો કોઇ તેમને ઘરમાંથી કાઢવાનો પ્રયાસ કરશે તો તેમના વિરૂદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં ભરાશે તેવું જાહેનામુ કલેક્ટરે બહાર પાડ્યું છે.

લોકડાઉનના કારણે લોકો ધંધા-રોજગારનું સ્થળ છોડીને પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં હોઇ ભરૂચ જિલ્લા કલેક્ટરે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેમણે ઉદ્યોગો, વ્યાપારિક, વાણિજ્ય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરોને ખાસ તાકીદ કરી છે કે તેઓએ લોકડાઉનમાં સંસ્થા-દુકાનો, ફેક્ટરીઓ બંધ રહી હોય તો પણ ત્યાં ફરજ બજાવતાં લોકોને કોઇ પણ પ્રકારના કપાત વિના પુરેપુરૂ મહેનતાણું ચુકવવામાં આવે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ભાડેથી રહેતાં શ્રમિકો-વિદ્યાર્થીઓ પાસેથી મકાન માલિકોએ પણ એક મહિનાનું ભાડું માંગવું નહીં તેવી સૂચના આપી છે. તેમ છતાં જો તેમની પાસેથી ભાડું માંગવામાં આવશે અથવા તો તેમને મકાનમાંથી કે ઉદ્યોગો-કોન્ટ્રાક્ટરોના રહેઠાણોના સ્થળને છોડવા તેમના પર દબાણ કરાશે તો તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે.

ફેક્ટરીના કામદારોને વેતન ચૂકવવા તાકીદ કરાઇ

ભાડું માગશે તો માલિક સામે કાર્યવાહી થશે
અન્ય સમાચારો પણ છે...