દાહોદ લોકસભા સાંસદના પ્રયત્નોથી 5 હજાર જેટલા શ્રમિકો વતન પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કોરોના વાઇરસને જંગને નાથવા 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરેલું છે. દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરે અપીલ કરી છે કે વડાપ્રધાને આપેલા લોકડાઉનનો જીલ્લાના તમામ નાગરિકો અચૂક અમલ કરે. ઘરમાં રહો અને પરિવાર સાથે સુરક્ષિતરહો. જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના શહેરોમાંથી વતન આવી રહ્યા છે. તેઓ વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની 150 બસોનું આયોજન કરાયું હતું. અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોથી 5000 જેટલા શ્રમિકોને માદરે વતન પહોંચાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...