મોટીરેલ,વટલીમાં રાજસ્થાનથી આવેલા લોકોની જિલ્લા આરોગ્ય ટીમની મુલાકાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકાના મોટીરેલ, વટલી ગામે કેટલાક લોકો રાજસ્થાનના ભીલવાડાથી હાથમાં
સિક્કા મારેલા આવેલ છે અને આ લોકો જાહેરમાં ફરતાં હોવાની વાત પંથકમાં ફેલાતા ગામના સરપંચોએ આ લોકોની તપાસ કરવા માટે આરોગ્ય
વિભાગને જાણ કરી હતી.

ફતેપુરાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ લોકોની તપાસ કરાતા અન્ય લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. આરોગ્ય ટીમની તપાસમા આ લોકોમાં કોરોના વાયરસ કોઇ પણ પ્રકારના લક્ષણ જોવા મળ્યા ન હતા. તમામ લોકો સ્વસ્થ હોવાનું
બહાર આવ્યું હતું.

ત્યારે ઘટના બીજા દિવસે મોટીરેલ, વટલી ગામે જીલ્લા આરોગ્ય વિભાગની ટીમના ડૉકટર દીલીપભાઇ પટેલ, ડૉકટર કારતીકભાઇ તેમની ટીમ સહિત ડૉકટર હિતેશભાઇ ચારેલ, ડૉકટર નરેશભાઇ લંબાનાએ
આ લોકોના ઘરે પહોચી લોકોની મુલાકાત લઇ ઝીણવટ પૂર્વક પુછપરછ કરી તપાસ હાથ ધરી હતી.

જીલ્લા આરોગ્ય વિભાગની ટીમની તપાસમા પણ આ લોકોને કોઇ પણ પ્રકારના કોરાના વાયરસના લક્ષ્ણો ન હોવાનું જણાઇ આવ્યું છે. તેમ છંતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકડાઉન દરમિયાન પ્રવેશ કરતા આવા 12 લોકોને આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરુપે 14 દિવસ સુધી ઘર મા જ રહેવાની સુચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ લોકોની દૈનિક હાજરી પણ લેવામાં
આવી રહી છે.

લોકોમાં ગભરાટ, તમામ લોકો સ્વસ્થ હોવાનું બહાર આવ્યું

દરરોજ મુલાકાત લેવાય છે

ફતેપુરાના વટલી મોટીરેલ ગામે રાજસ્થાનથી બાર લોકો આવ્યાં હતાં. જીલ્લા આરોગ્ય ટીમ દ્વારા આ લોકોની તપાસ કરવામાં આવી છે. આ લોકોને કોઇ પણ પ્રકારે કોરોના વાયરસના લક્ષ્ણો જોવાતા નથી પરંતુ સાવચેતીના ભાગરુપે 14 દિવસ સુધી આ લોકોને ઘરમા જ રહેવાની સુચના જીલ્લાના ડોક્ટરે આપી છે. અમારા તરફથી પણ દૈનિક આ લોકોની મુલાકાત લેવાય છે. > ડૉ.નરેશ લબાના, મેડીકલ ઓફિસ, માધવા

12 સામે ગુનો દાખલ કરાયો

દેશમા લોકડાઉન હોવા છતાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કરતા બાર લોકોને રાજ્ય છોડતી વખતે રાજસ્થાન પોલીસે સિક્કા માર્યા હતા અને આ લોકોએ ધારા 144નો ભંગ કરતા 12 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. >સી.બી. બરંડા, PSI, ફતેપુરા

_photocaption_ફતેપુરાના વટલી, મોટીરેલ ગામે રાજસ્થાનથી આવેલ લોકોની મુલાકાત લેતી જીલ્લા આરોગ્યની ટીમ. }રીતેશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...