નેપાળ બોર્ડરથી થી પરત લવાતા યાત્રીઓને સુરંગી હોસ્ટેલમાં રાખવા સામે ગ્રામજનોએ વિરોધ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહ નરોલી અને સેલવાસના 20 પરિવારના 45 વયસ્ક સભ્યો નેપાળ પ્રવાસ માટે ગયા હતા જેઓ લોકડાઉનમાં નેપાળ બોર્ડર પર ફસાઈ ગયા હતા.જેમને સાંસદના પ્રયાસ દ્વારા પરત આવી રહ્યા છે જે લોકોને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સુરંગી ગામે હોસ્ટેલમાં રાખવાની તૈયારી ચાલી રહી હોય સ્થાનિક ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા અને જાહેર રસ્તાને બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો.તેઓના જણાવ્યા અનુસાર શુ આ લોકોને રાખવા માટે સેલવાસ કે આજુબાજુમાં કોઇ જગ્યા નથી. ગામના લોકોને જો આ રોગની અસર થઇ જાય તો લોકો ક્યાં જઇશુ.આ ઘટનાની જાણ પ્રસાશનના અધિકારીઓને થતા સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર ડો.વી.કે.દાસ અને એમની ટીમ ગામમાં પહોચી હતી અને ગ્રામજનોની રજુઆત સાંભળી આવનાર યાત્રીઓને અહી નહિ રાખવા માટેની બાંહેધરી આપી હતી.િજલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવાએ પણ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો સાથે ચર્ચા બાદ આવનાર પ્રવાસીઓને સેલવાસ ખાતે જ સ્વાસ્થ્ય વિભાગના દેખરેખમાં રાખવાની પ્રક્રિયા હાથ ધરી છે.યાત્રીઓ હાલમાં તો રસ્તામાં જ છે. જેઓને આવતા બે દિવસ લાગશ.પ્રસાશન દ્વારા સાવચેતીના પગલા રૂપે આવનારા લોકોને સીધા જ કોરોન્ટાઇનમા રાખવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.અન્ય સમાચારો પણ છે...