આણંદ જિલ્લામાં શાકભાજી ઘર આંગણે મળશે, અનાજ લેવા તો બજારમાં જવું પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને લઇને સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે માનવ મહેરામણ એક જગ્યાએ એકત્ર ન થાય તેમજ માનવ અંતર જળવાઇ રહે તે માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. પરંતુ લોકો ખરીદી માટે લોકડાઉનના 6 ઠ્ઠા દિવસે બજારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.જો કે વહીવટી તંત્ર જે તે વિસ્તારમાં શાકભાજી મળી રહે તેમજ શાકમાર્કેટમાં ભીડ જામના થાય તે માટેની વ્યવસ્થા કરી છે. પરંતુ જનતાએ અનાજ અને જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે બજારો જવું પડશેતંત્ર દ્વારા સવારના સમયે જીવનજરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે શહેરના સરદાર ગંજ,મોટી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, માનવ અંતર જળવવાનો કોઇ હેતુ સર થતો નથી.તેના કારણે વહીવટી તંત્રએ શાકમાર્કેટમાં ભીડ ઓછી થાય તે માટે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજી પોતાના વિસ્તારમાં મળી રહે તેમાટે ટેમ્પા અને લારીવાળાઓને છુંટ આપી છે. પરંતુ અનાજ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે તો જનતાએ બજારમાં જવું પડશે. તે માટેની વ્યવસ્થા કરાઇ નથી. આણંદમાં શાકભાજી માટે 15 જગ્યાએ શાકભાજી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.તેમજ 55 વધુ શાકભાજીના વેપારીઓ દ્વારા ગામેગામ અને શહેરના વિવિધ વિસ્તારોમાં ટેમ્પા અને લારીવાળા સવારે 7થી બપોરના 2 સુધી ફરતા જોવા મળશે.

વેપારી પાસે અનાજનો જથ્થો પૂરતો ન હોવાને કારણે ઘેર ઘેર ડીલીવરી નહીં મળે

જીવનજરૂરીયાતની વસ્તુઓ માટે ઘેર ઘેર પહોંચાડવાની હાલમાં કોઇ વ્યવસ્થા નથી

આણંદ સરદાર ગંજના વેપારી એસોશિએશનનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં અનાજ કરિયાણા અને ગંજબજારની તમામ દુકાનો ખુલ્લી રહેશે.તેમજ દરેક દુકાનદારોને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હાલમાં કેટલીક જીવન જરૂરીયાતની વસ્તુઓની આયાત ઘટી છે. તેથી સ્ટોક પુરતા પ્રમાણ નથી.જેના કારણે ઘેરબેઠા માલસમાન પહોંચાડવાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી.
અન્ય સમાચારો પણ છે...