તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના એકમો રવિવારે બંધ કરવા પણ અનુરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કરફયુ ડેની જાહેરાત કરી છે. જે અંતગર્ત રવિવારે વાપી જીઆઇડીસી એકમોને પણ બંધ રાખવા અંગે વીઆઇએ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યુ હતું કે રવિવારે સરકારની ગાઇડલાઇનનું પાલન તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. એકમોને બંધ રાખવા અંગે જાણ કરવામાં આવી છે. ઓછા સ્ટાફથી કામગીરી કરવાનો પ્રયાસ કરે તેવો અનુરોધ કરાયો હતો. જયારે વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના શરદ ઠાકરે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને આપણે સૌ અમલ કરીએ. રવિવારે સૌ ઘરની બહાર ન રહીએ કોરાના વાઇરસને અટકાવવા પ્રયાસો કરીએ. એકમોના સંચાલકો પણ રવિવારે બંધ રાખે તે જરૂરી છે.

દાનહ કલેકટરની સતર્ક રહેવા તાકીદ

દાદરા નગર હવેલીના પડોશમાં મહારાષ્ટ્રમાં પોઝીટીવ કેશો વધતા જોવા મળી રહ્યા છે.સેલવાસ કલેક્ટરે 31માર્ચ સુધી જાહેર કાર્યક્રમો પર પ્રતીબંધ જાહેર કરી શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.પરીક્ષાઓ પણ રદ કરી દેવામાં આવી છે.સારવાર માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કર્યાછે.જરૂર પડશે તો સરકારી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.કલેકટરે આવનાર બે ત્રણ દિવસ કઠિન હોય વધુ સતર્ક રહેવા અને વડાપ્રધાનની અપીલ કરી છે

વલસાડ મુસ્લિમ સમાજની નમસ્તેની પહેલ

વલસાડ મુસ્લિમ સમાજના અગ્રણી ઝાહિદ દરિયાઇએ કોરોના સામે સરકારની માર્ગદર્શિકાનો અમલ કરવા તથા હાથ સંપર્કથી કોરોના ફેલાતો રોકવા નમસ્તે કરવા અપીલ કરી છે. આ સાથે તેમણે શહેરની તમામ મસ્જિદોમાં ટુવાલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે.ઘરેથી સ્વચ્છ થઇને આવવા તથા દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવા અનરોધ કર્યો છે.તો મસ્જીદોમાં નમાજીઓને અંતર રાખી નમાજ પઢવા જમાવ્યું છે.


વલસાડ ચેમ્બર્સે કર્ફ્યુ પાળવા અપીલ કરી

વલસાડ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચ રવિવારે જનતા કર્ફ્યું પાળવા કરેલી અપીલને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.કોરોના સંક્રમણના કારણે દેશમાં મહામારી ફેલાઇ છે ત્યારે તેને અટકાવવા માટે વડાપ્રધાને કરેલી અપીલના પગલે 22 માર્ચે સ્વંયભૂ જનતા કર્ફ્યું પાળી પીએમના અભિયાનને સફળ બનાવવા ચેમ્બર્સના પ્રમુખ કાળુભાઇ પટેલ અને મંત્રી અશોક પટેલે જણાવ્યું છે.

વલસાડ પોલીસે માસ્કનું વિતરણ કર્યું

વલસાડ સીટી પોલીસના પીઆઇ એચજે ભટ્ટ દ્વારા સીટી પોલીસના પોલીસ જવાનો, TRB, GRDના જવાનો સહીત અરજદારોને કોરોના વાયરસથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો ફરજ દરમિયાન સૌથી વધારે લોકોની નજીક રહીને ફરજ બજાવતા હોવાથી સેફટી માટે સીટી પોલીસ મથકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. પીઆઇ ભટ્ટ દ્વારા ફ્રી માસ્ક આપવામાં આવ્યા હતા. શુક્રવારે કુલ 400 જેટલા મફત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કપરાડા APMC 24 માર્ચ સુધી બંધ

કપરાડાના નાનાપોઢા બજાર સમિતિ 24 માર્ચ સુધી બંધ રાખવાનો સમિતિ ચેરમેન મુકેશ પટેલે નિર્ણય કર્યો છે. જેમાં બહારથી આવતા વેપારી અને ખેડૂતભાઈઓને અપીલ કરી છે કે કોરોના વાઈયરસ જેવી ગંભીર બીમારી ને લઈ દરેક લોકોએ સાવચેતી રાખવાની છે અને સચેત રહેવાનું છે ત્યારે 22 માર્ચ કર્ફ્યુ દિવસે બહાર ન નીકળવા જણાવ્યું.

તિથલ દરિયા કિનારે સહેલાણીઓ ગાયબ

વલસાડ તિથલ બીચ 31 માર્ચ સુધી બંધ કરવાના બેનરો લગાવી દેવામાં આવ્યા છે.સહેલાણીઓ ગાયબ થઇ જતાં તિથલ બીજ અને દરિયા કિનારો ભેંકાર થઇ ગયો હતો. બીચ પર 100થી વધુ સ્ટોલ્સ,કેબિનો,પાથરણાં,ચિલ્ડ્રનપાર્ક,વોકિંગ પાથ બધું જ બંધ કરી દેવાયું છે.

આરતી, અભિષેક, સત્સંગ બધું જ બંધ

શુક્રવારથી સ્વામિનારાયણ મંદિરનો દરવાજો બંધ કરી દેવાતા દરરોજ ભગવાનના દર્શને આવતા ભક્તોથી ઉભરાતું મંદિર પરિસર સૂમસામ થઇ ગયું હતું. સ્વામિનારાયણ વહીવટકર્તાઓએ દર્શાનાર્થીઓ માટે મંદિરના દર્શન,આરતી,અભિષેક,સત્સંગ તથા પૂનમની દર્શનયાત્રાઓ વિગેરે બધું જ 31 માર્ચ સુધી બંધ કરી દીધું છે.

મગોદ શાંતિ મંંદિરમાં ભક્તોને માર્ગદર્શન

વલસાડના મગોદ શાંતિ મંદિરમાં જિલ્લા આરોગ્ય અને માહિતી ખાતાના ઉપક્રમે કોરોના વાયરસ સામે જાગૃતિ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.મહામંડલેશ્વર નિત્યાનંદ સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન નમસ્તેની પ્રણાલી અપનાવવા અનુરોધ કર્યો હતો.પ્રા.આરોગ્ય કેન્દ્રના એમઓ સ્વાતિ પટેલે કોરોના કેવી રીતે ફેલાય અને તેની તકેદારી લેવા નિદર્શન કર્યું હતું.ડે.ઇન્ફ.ડાયરેકટર પરિમલ દેસાઇએ કોરોના વાયરસ અટકાવવા તકેદારી લેવા કહ્યું હતું.

31 સુધી જનસેવા - આધાર કેન્દ્રો બંધ

વલસાડ કલેકટર સી.આર.ખરસાણે શુક્રવારે વિશેષ હુકમ કરતાં જિલ્લાના 6 તાલુકાની મામલતદાર કચેરીઓમાં જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રો 31 માર્ચ સુધી બંધ કરી દેવાનો આદેશ કર્યો છે.આ સાથે આ‌વશ્યક ચીજવસ્તુઓ સિવાય બાકીની વસ્તુઓનું વેચાણ મોલમાં બંધ કરવા અને જિલ્લાના તમામ રેસ્ટોરન્ટો બંધ રાખવા સૂચના જારી કરી છે.

22 માર્ચે લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યુ પાળે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સામેની ઝુંબેશ વચ્ચે વારંવાર 40 સેકન્ડ સુધી સાબુથી હાથ ધોવા,22 માર્ચે સવારે 7 થી રાત્રે 9 સુધી જનતા કર્ફ્યુ સ્વંયભૂ પાળવા,અનાવશ્યક મુસાફરી ટાળવા,આંતરાષ્ટ્રીય મુસાફરી ટાળવા,બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ કરી છે.શોપિંગમોલ,જીમ,સ્વિમિંગપૂલ,ધાર્મિક અને લગ્ન પ્રસંગોના મેળાવડા,હાટબજાર બંધ કરવા,ઓડિટોરિયમમાં ન જવા સરકારની સૂચના મુજબ લોકો પાલન કરે તેવી અપીલ કરાઇ છે. > સી.આર.ખરસાણ,કલેકટર

દમણ કલેક્ટરે શુક્રવારે એક મીટિંગ યોજી કોરોના વાયરસથી બચવા માટે જાહેરનામું બહાર પાડી દમણની દરેક ધાર્મિક સ્થળ જેમ કે, મંદિર-મસ્જિદ અને ચર્ચમાં લોકોએ ભેગા થવું નહીં. તેમજ દમણ કલેક્ટર રાકેશ મિન્હાસે શુક્રવારે રાખેલી એક મીટિંગમાં બહારથી સંઘપ્રદેશમાં ફરવા આવતા પર્યટકો માટે બીચ પર પ્રતિબંધના આદેશ કર્યા છે. તેમજ સ્થાનિકો પણ દરિયા કિનારાથી દૂર રહી કોઇ પણ જગ્યાએ ભેગા ન થાય તે માટેના સુચનો જાહેર કર્યા છે. કોરોના વાયરસથી સતર્ક રહેવા પ્રશાસને આ આદેશ જાહેર કર્યા છે

VIA તથા લઘુઉદ્યોગ ભારતીની અપીલ

તકેદારી

પ્રતિબંધ

અપીલ

આગમચેતી

દમણમાં મંદિર,મસ્જિદ અને ચર્ચ તથા તમામ બીચ પર ભેગા થવા ઉપર પ્રતિબંધ
અન્ય સમાચારો પણ છે...