તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંણોદ ગ્રામ પંચાયતમાં ઉત્સવ ભટ્ટની ડેપ્યૂટી સરપંચ તરીકે વરણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડભોઈ તાલુકા તીર્થસ્થાન ચાંણોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુરેશ જોષી દ્વારા રાજીનામું અપાતા તે વોર્ડની ચૂંટણી યોજાઈ હતી. સાથે સાથે ડેપ્યુટી સરપંચ તરીકેની પણ જગ્યા ખાલી પડતા ચાંણોદ ગ્રામ પંચાયત કચેરીએ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડભોઈ તાલુકા પંચાયતમાંથી સર્કલ રણછોડભાઈ બારીયા તથા નાગજીભાઈ રોહિત તથા ચાંણોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જસવંત ગોહિલ ઉપસ્થિત રહીને ડેપ્યુટી સરપંચની ચૂંટણીના એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. તે મુજબની સમય મર્યાદામાં ડેપ્યુટી સરપંચ તરીકે એક માત્ર ઉત્સવકુમાર ભટ્ટ જ ઉમેદવાર હોવાથી તેમની બિનહરીફ તરીકે ડેપ્યુટી સરપંચ વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંણોદ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના 10 સભ્યોની ઉપસ્થિતીમાં એક તરફી ઉત્સવકુમાર ભટ્ટને ડેપ્યુટી સરપંચ તરીકેનું સમર્થન મળતા તેમની વરણી કરવામાં આવી હતી.

_photocaption_ચાંણોદ ગ્રામ પંચાયતના ડેપ્યૂટી સરપંચની ચૂંટણીમાં ઉત્સવકુમાર ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. } કીંજલ ભટ્ટ*photocaption*
અન્ય સમાચારો પણ છે...