તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે ઝઝૂમતા અમેરિકી ડૉક્ટર્સ માટે માસ્ક અને ગાઉન જેવી જરૂરી ચીજોની અછત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં કોરોના વાઇરસના ફેલાવા વચ્ચે સંસાધનોની અછત અનુભવાઇ રહી છે. હોસ્પિટલોમાં ડૉક્ટર્સ તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓ માટે જરૂરી સામાન જ નથી. ‘ટાઇમ’ મેગેઝિને લોસ એન્જેલ્સથી લઇને પિટર્સબર્ગ સુધી મોટી સંખ્યામાં મેડિકલ કર્મીઓ સાથે વાત કરી. કોરોના સામે લડવા સરકારની અપૂરતી તૈયારીઓ અંગે તેમનામાં હતાશા અને ચિંતા જોવા મળ્યા. માસ્ક, ગાઉન, આંખોની સુરક્ષા સહિત અન્ય વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની અછત સર્જાવા લાગી છે.

દક્ષિણ-પશ્ચિમ ફ્લોરિડામાં ઇમરજન્સી હોસ્પિટલની 62 વર્ષીય નર્સ પેની બ્લેકે જણાવ્યું કે હોસ્પિટલ મેનેજમેન્ટે ગ્લવ્સ, સફાઇનો સામાન અને માસ્ક તાળાં મારીને મૂકી રાખ્યા છે, જેથી તે ગાયબ થતા બચાવી શકાય. ન્યુયોર્ક શહેરમાં માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં પણ સ્વાસ્થ્ય કર્મીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એન-95 ફેસ માસ્કની અછતના કારણે સ્વાસ્થ્ય કર્મચારી તેમને સુરક્ષિત રાખવા લાગ્યા છે. આ માસ્ક માત્ર 8 કલાક જ પહેરવા જોઇએ. કેટલાક ડૉક્ટર્સ તેમના માસ્ક લાઇઝોલથી સ્પ્રે કર્યા બાદ લૉકરમાં મૂકી દે છે. સિનાઇના ડૉ. મિશેલ લિન કહે છે એક વાર માસ્ક મળ્યા બાદ લોકો એમ માને છે કે તેને લાંબા સમય સુધી પોતાની પાસે રાખવાનો છે.

સરકારી તૈયારીઓના અભાવથી સ્વાસ્થ્ય કર્મીઓ ચિંતિત, સ્થિતિ હજુ વધારે વણસશે

બ્લેક જણાવે છે, ‘સૌથી મોટી ચિંતા એ છે કે જો અમે પોતાને નહીં બચાવી શકીએ તો દર્દીઓની સારવાર કેવી રીતે કરીશું?’ ન્યુયોર્ક પ્રેસબાઇટેરિયન હોસ્પિટલના શ્વાસના રોગોના નિષ્ણાત ડૉ. મેથ્યુ બાલ્ડવિનનું કહેવું છે કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. છેલ્લા 48 કલાકમાં મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થયા છે. 24 માર્ચે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ફેડરલ ઇમરજન્સી એજન્સી દેશવ્યાપી અછત દૂર કરવા 80 લાખ એન-95 માસ્ક વહેંચશે પણ ડિમાન્ડ સામે આટલા માસ્ક બહુ ઓછા છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના જણાવ્યાનુસાર આ મહામારી 1 વર્ષ સુધી ચાલી તો ત્રણથી પાંચ અબજ માસ્કની જરૂર પડશે.નિષ્ણાતો કહે છે કે પ્રેસિડેન્ટ 70 વર્ષ જૂના સંરક્ષણ ઉત્પાદન કાયદાનો ઉપયોગ કરી અમેરિકામાં અંગત સુરક્ષાનાં ઉપકરણોનો મોટો ભંડાર બનાવી શકે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાનગી કંપનીઓને જરૂરી ઉપકરણ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી શકાય છે. ટ્રમ્પે અત્યાર સુધી તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આમ કરવું જે-તે ઉદ્યોગના રાષ્ટ્રીયકરણ સમાન હશે. રાજ્યોના નેતાઓએ જાતે જરૂરી સામાનની વ્યવસ્થા કરવી જોઇએ. આ દરમિયાન ડિસીસ કંટ્રોલ પ્રિવેન્શન સેન્ટર (સીડીસી)ના દિશાનિર્દેશોમાં સંકેત અપાયો છે કે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા સ્વાસ્થ્ય કર્મીઓ ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરી શકે છે. જોકે, આ અંતિમ રસ્તો હશે.

રાષ્ટ્રીય સ્તરે જરૂરી પગલાં ન લેવાના કારણે રાજ્યો અને હોસ્પિટલો સુરક્ષા સાધનોનો વારંવાર ઉપયોગ અને તેમનું રેશનિંગ કરી રહ્યા છે. લોસ એન્જેલ્સ કાઉન્ટીમાં હોસ્પિટલોના મેનેજમેન્ટને પોતાની નજર સામે સુરક્ષાનો સામાન ખરીદવા જણાવાયું છે. પિટર્સબર્ગમાં એક ડિલિવરી નર્સે જણાવ્યું કે અમારી ટીમને માત્ર સિઝેરિયન ઓપરેશન દરમિયાન સર્જિકલ માસ્ક પહેરવાની મંજૂરી છે. સીડીસીના પૂર્વ ડાયરેક્ટર ડૉ. ટોમ ફ્રીડમેને ‘ટાઇમ’ને જણાવ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ પોતાને નહીં બચાવી શકે તો બીજાની જિંદગીનું રક્ષણ પણ નહીં કરી શકે. સુરક્ષાના ઉપકરણોની અછતના કારણે ઘણા સ્વાસ્થ્ય કર્મીઓ માનસિક પરેશાની અનુભવી રહ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ ફ્લોરિડામાં ઇમરજન્સી હોસ્પિટલની 62 વર્ષીય નર્સ પેની બ્લેકે જણાવ્યું કે હોસ્પિટલ મેનેજમેન્ટે ગ્લવ્સ, સફાઇનો સામાન અને માસ્ક તાળાં મારીને મૂકી રાખ્યા છે, જેથી તે ગાયબ થતા બચાવી શકાય. ન્યુયોર્ક શહેરમાં માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં પણ સ્વાસ્થ્ય કર્મીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એન-95 ફેસ માસ્કની અછતના કારણે સ્વાસ્થ્ય કર્મચારી તેમને સુરક્ષિત રાખવા લાગ્યા છે. આ માસ્ક માત્ર 8 કલાક જ પહેરવા જોઇએ. કેટલાક ડૉક્ટર્સ તેમના માસ્ક લાઇઝોલથી સ્પ્રે કર્યા બાદ લૉકરમાં મૂકી દે છે. સિનાઇના ડૉ. મિશેલ લિન કહે છે એક વાર માસ્ક મળ્યા બાદ લોકો એમ માને છે કે તેને લાંબા સમય સુધી પોતાની પાસે રાખવાનો છે.

બ્લેક જણાવે છે, ‘સૌથી મોટી ચિંતા એ છે કે જો અમે પોતાને નહીં બચાવી શકીએ તો દર્દીઓની સારવાર કેવી રીતે કરીશું?’ ન્યુયોર્ક પ્રેસબાઇટેરિયન હોસ્પિટલના શ્વાસના રોગોના નિષ્ણાત ડૉ. મેથ્યુ બાલ્ડવિનનું કહેવું છે કે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. છેલ્લા 48 કલાકમાં મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થયા છે. 24 માર્ચે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ફેડરલ ઇમરજન્સી એજન્સી દેશવ્યાપી અછત દૂર કરવા 80 લાખ એન-95 માસ્ક વહેંચશે પણ ડિમાન્ડ સામે આટલા માસ્ક બહુ ઓછા છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના જણાવ્યાનુસાર આ મહામારી 1 વર્ષ સુધી ચાલી તો ત્રણથી પાંચ અબજ માસ્કની જરૂર પડશે.નિષ્ણાતો કહે છે કે પ્રેસિડેન્ટ 70 વર્ષ જૂના સંરક્ષણ ઉત્પાદન કાયદાનો ઉપયોગ કરી અમેરિકામાં અંગત સુરક્ષાનાં ઉપકરણોનો મોટો ભંડાર બનાવી શકે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાનગી કંપનીઓને જરૂરી ઉપકરણ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી શકાય છે. ટ્રમ્પે અત્યાર સુધી તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આમ કરવું જે-તે ઉદ્યોગના રાષ્ટ્રીયકરણ સમાન હશે. રાજ્યોના નેતાઓએ જાતે જરૂરી સામાનની વ્યવસ્થા કરવી જોઇએ. આ દરમિયાન ડિસીસ કંટ્રોલ પ્રિવેન્શન સેન્ટર (સીડીસી)ના દિશાનિર્દેશોમાં સંકેત અપાયો છે કે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા સ્વાસ્થ્ય કર્મીઓ ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરી શકે છે. જોકે, આ અંતિમ રસ્તો હશે.
અન્ય સમાચારો પણ છે...