સંઘ પ્રદેશની કંપનીના પ્રદષણથી દારૂઠા ખાડીમાં માછલીઓ મરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલાસ અને નગવાસ વિસ્તારની હદ પર આવેલી સંઘ પ્રદેશ નરોલીની કંપનીનું પ્રદુષિત પાણી વુરુવારની રાત્રી દરમ્યાન દારૂઠા ખાડીમાં વહેતા માછલીઓ મરીને કિનારે પહોંચી છે. વારંવાર આ ઘટના ઘટતાં સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જીપીસીબી દ્વારા પાણી ન સેમ્પલો લઈ ઉચ્ચ કચેરીને માહિતગાર કરી છે.

ઉમરગામ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના અંકલાસ, નગવાસ અને ભીલાડ વિસ્તારમાંથી પસાર થતી દારૂઠા ખાડીમાં ગુરુવારની રાત્રી દરમ્યાન સીમા પર સંઘ પ્રદેશ નરોલીની હદ પર આવેલી કંપનીનું પ્રદુષિત પાણી દારૂઠા ખાડીમાં વહેતા ખાડીની માછલીઓ મરી કિનારે તણાઈ આવી હતી. જેની જાણ શુક્રવારના રોજ ગ્રામવાસીઓને થતાં ખાડીને પ્રદુષિત થતી બચાવવા લોકો લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખાડી પર દોડી આવી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા પંચાયત સભ્ય નરેશ વડવીએ જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી.

દારૂઠા ખાડીમાં શુદ્ધ પાણી વહેતા ખાડી કિનારે આવેલા અંકલાસ, ભીલાડ, નગવાસ, સરીગામ, કરમબેલા, પુનાટ, કાલાઇ સહીત 12થી 15 ગામોમાં બોરના પાણી ઉપર રહેતા ઉનાળાની મોસમમાં પાણીની તંગી પડતી નથી. ખાડીના પાણી પ્રદુષિત બનતા 12 થી 15 ગામોના બોરના પાણી પ્રદુષિત બનવાના એંધાણ ઉભા થયા છે. જેને લઈ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.સંઘ પ્રદેશની કંપનીમાંથી અવાર નવાર પ્રદુષિત પાણી છોડવા છતાં GPCB કંઈ કરી શકતી નથી.

પાણીના સેમ્પલ લઇ ઉપર જાણ કરી છે

દારૂઠા ખાડી માં પ્રદુષિત પાણી થી માછલી મરી હોવાની જાણ થતાં ઘટના સ્થળ પર પોહચી પાણી ના સેમ્પલો લીધા છે.જે અંગે ગાંધીનગર ઉચ્ચ કચેરી ને જાણ કરી છે. > હરીશભાઈ ગાવીત, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, ગાંધીનગર.
અન્ય સમાચારો પણ છે...