ચોટીલામાં અજાણ્યા શખ્સો મકાન આગળ પાર્ક કરેલું બાઇક લઇ ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાની શિવશક્તિ સોસાયટીમાંથી અજાણ્યા શખ્સોએ ઘર સામે રાખેલુ બાઇક હંકારી ગયા હતા. આ બનાવમાં ભોહ બનનાપે ફૂટેજ સાથેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોટીલા પંથકમાં ચોરીના બનાવો ચિતાંજનક વધી રહ્યાં છે. રહેણાંક મકાનો તેમજ વેપારીઓની દુકાનોમાં ચોરીઓ થતા લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે ચોરશખ્સો મકાનો આગળ પાર્ક કરેલી વાહનો ઉપાડી જવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બનાવમાં મળતી વિગતો મુજબ ચોટીલામાં તા.17-3-2020ના રોજ સાંજે શિવશક્તિ સોસાયટીમાં રહેતા અશોકસિંહ મહાવીરસિંહ જાડેજાના ઘર સામે રાત્રિના સમયે બાઇક પાર્ક કર્યુ હતુ. ત્યારે બે અજાણ્યાં શખ્સો બાઇક ઉઠાવી ગયા હતા. આ બનાવમાં સીસી ટીવી.ફૂટેજ સાથે ચોટીલા પોલીસ માં નોંધ કરવી હતી અને આ બાઇક તેમજ સખશો ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાં ચોરી બનાવોમાં ચિંતાજનક વધારાથી ફફડાટ

_photocaption_ચોટીલામાં મકાન આગળ પાર્ક કરેલુ બાઇક રાત્રે શખ્સો ઉઠાવી ગયા હતા.*photocaption*
અન્ય સમાચારો પણ છે...