તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરા તાલુકામાં માસ્ક ન મળતાં મેડિકલ સ્ટોર પર ધક્કા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાયરસ ને લઇને દેશ આખામાં હાહાકાર મચી જવા પામી છે ત્યારે લોકો માં કોરોનાવાયરસને લઇને પેનીક ન ફેલાય અને સાવચેતી સાવધાની પૂર્વક લોકો કોરોનાવાયરસ ને માત આપે તેને લઇ ને સરકાર દ્વારા અવાર નવાર એડવાઇઝરી ઓ બહાર પાડવામાં આવી રહી છે. લોકો તેનું પાલન પણ કરી રહ્યા છે તંત્ર દ્વારા પણ લોકો ને સાવચેત અને સતર્ક રહેવાની સુચનાઓ આપવામાં આવી રહી છે. જેના ભાગરુપે લોકો પણ સાવચેતીના ભાગરુપે ફતેપુરા તાલુકાના મેડીકલો પર સેનેટાઇઝરની બોટલોની ખરીદી કરી રહ્યા છે. સો રુપિયા કરતા પણ વધુ રુપિયા આપી આ બોટલો મળતા લોકો અસમંજસમાં મુકાયા છે. બીજી તરફ માસ્ક લેવા જતા મેડીકલો પર માસ્ક જ ન હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા કોઇ પણ પ્રકારે ફ્રી ઓ કોસ્ટ માં લોકો ને અત્યાર સુધી એકેય માસ્કનુ વિતરણ કરવામાં ન આવતા લોકોમાં છુપો રોષ ફાટી નિકળેલો જોવા મળી રહ્યો છે .

ઊંચાભાવે સેનિટાઇઝર, માસ્ક ન મળતાં મુશ્કેલીમાં મુકાયા

અન્ય સમાચારો પણ છે...