તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરગામમા જાહેરમાં થૂંકનારા 10 જણા દંડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ| દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો પગપેસારો ભારતમાં પણ થયો છે તકેદારીના અનેક પગલાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. થૂકવાથી પણ વાયરસ ફેલાય શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય મંત્રાલયે પણ એવો આદેશ જાહેર કરેલો છે કે, જાહેર સ્થળોએ થૂકનારાઓને રૂપિયા 500 દંડ ભરવો પડશે. ઉમરગામ નગરપાલિકાએ પણ તાજેતરમાં જાહેર સ્થળે થૂકનારા 10 જણાને પકડી પાડયા છે અને રૂપિયા 500 લેખે રૂપિયા 5,000નો દંડ વસૂલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...