તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાયરસને પગલે ઉમરેઠ પાલિકા દ્વારા શાક માર્કેટને SNDT ગ્રાઉન્ડમાં ખસેડાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠની શાકમાર્કેટમાં ગીરદી ન થાય અને ખરીદી માટે આવેલા લોકો વચ્ચે અંતર રહે તે માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટને ઉમરેઠ ઓડ બજાર ખાતે આવેલાં એસ.અેન.ડી.ટી ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવી છે.આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ઉમરેઠમાં શાક તથા ફળ ફક્ત ઉમરેઠ એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં જ સવારના 8 થી 2 કલાક સુધી વેચાણ કરી શકશે.એના સિવાય કોઈ પણ વિસ્તારમાં શાક,ફળની લારી કાઢીને કે દુકાનમાં વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે.
અન્ય સમાચારો પણ છે...