તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ટ્રેક પર ચાલતા રાજસ્થાન જવા નીકળેલી ઉમરગામની 2મહિલા વાપીમાં માલગાડીથી કપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ વિસ્તારમાં કોંટ્રાક્ટર નીચે મજૂરી કામ કરતા 4 પુરૂષ અને 2 મહિલા લોકડાઉનને લઇ શુક્રવારે સવારે 10 વાગે રેલવે ટ્રેકથી પોતાના વતન જવા માટે નીકળ્યા હતા. જેઓ શનિવારે મળસ્કે 5.15 વાગે વાપી દમણગંગા સ્થિત રેલવે ઓવરબ્રીજ ઉપર પહોંચ્યા હતા. બ્રીજ ક્રોસ કરે તે પહેલા મુંબઇથી અમદાવાદ તરફ જતી માલગાડીની અડફેટમાં બે મહિલાઓ આવી ગઇ હતી. ટ્રેનના ટક્કરે એક મહિલા બ્રીજથી નીચે દમણગંગા નદી કિનારે પટકાઇ હતી. જ્યારે બીજી મહિલા બંને ટ્રેક વચ્ચે પડી હતી. અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળ ઉપર મોત થયું હતું. ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં તેઓ રેલ અધિકારીઓ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્યારબાદ આ અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. ટાઉન પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલાવી આગળની તપાસ હાથ ધરતા તેમની સાથે વતન જવા નીકળેલા અન્ય 4 પુરૂષો અકસ્માત થતાં જ સ્થળથી ગભરાઇને નાસી ગયા હોવાનું બહાર આવ્યું હતું.

હાઇવે પર પોલીસના ડરે ટ્રેકથી નીકળ્યા

મજૂરો હાઇવેથી વતને જવા માટે રવાના થઇ રહ્યા છે. જોકે મુખ્યમંત્રી રૂપાણીના આદેશ બાદ હવે પોલીસ હાઇવે ઉપર મજૂરોને આગળ વધવા અટકાવી રહી છે. રેલવે ટ્રેક ઉપર કોઇ અટકાવશે નહીં વિચારી આ મજૂરો ટ્રેકથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા અને તેમને અકસ્માત નડ્યો હતો.

માચિસ પર લખેલા મોબાઈલ નંબરથી બંનેની ઓળખ થઇ

બંને મૃતક પૈકી એક પાસેથી માચિસના કાગળ ઉપર મોબાઇલ નંબર મળતા કોલ કરાયો હતો. ફોન ઉપાડનાર મૃતક એક મહિલાનો જમાઇ હોવાનો અને તેઓ મુળ રાજસ્થાનના બાંસવાડાનું બહાર આવ્યું હતું. જેથી મૃતકોની એળખ અંદાજે 40 વર્ષિય ઇંદ્રાબેન પ્રકાશભાઇ નીનામા અને અંદાજે 30 વર્ષિય જુમલીબેન તરીકે થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...