તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણના બુટલેગરને શોધવા ભરૂચ LCBની બે ટીમ રવાના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાના લિકર કિંગ લાલુ સિંધી માટે દમણથી ચાર લક્ઝૂરિયસ કારોમાં વિદેશીદારૂની ખેપ મારતાં કુખ્યાત બુટલેગર ઝૂબેર મેમણ તેમજ તેની ગેંગને એલસીબીએ ઝડપી પાડી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ઝૂબેરના 7 દિવસના જ્યારે તેની ગેંગના અન્ય 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં. એલસીબીની ટીમે ગેંગ ધંધો કેવી રીતે ચલાવાય છે તેમજ તેઓ કયાં રૂટથી દારૂનું વહન કરે છે તે સહિતની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ એલસીબીના પીઆઇ જે. એન. ઝાલાએ જણાવ્યું હતું કે, ઝૂબેર દ્વારા તેની ગાડીઓના ડ્રાઇવરોને 3થી 7 હજાર રૂપિયા ચુકવતાં હતો હતો. એલસીબીએ ત્રણ ટીમો બનાવી તે પૈકીની બે ટીમોને દમણના મુખ્ય સપ્લાયર ઉમેશ મોદી ઉર્ફે મેડીના સગડ મેળવવા માટે રવાના કરાઇ છે. બીજી તરફ એક ટીમને લાલુ સિંધીને પકડવા માટે વડોદરામા મોકલી છે.

દારૂની હેરાફેરીમાં ડ્રાઇવરને 7 હજાર ચુકવાતા

અન્ય સમાચારો પણ છે...