તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કામગીરીમાં અડચણ ઊભી કરનારા બે વિરૂદ્ધ ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતમાં કોમી રમખાણો બાદ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખંભાતના ગવારા ટાવર પાસે મસ્તી પાનનો ગલ્લો ખુલ્લો હોય પોલીસે ગલ્લાના માલિક શૈલેષ રાણાને ગલ્લો બંધ કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે ગલ્લાનો માલિક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગલ્લો બંધ નહીં થાય અને થાય તે કરી લે તેમ કહ્યું હતું. દરમિયાન, મામલતદાર કચેરીમાં નોકરી કરતા અને ગલ્લા આગળ ઊભેલા કમલેશ ગોપાલ રાણાએ તેનું ઉપરાણું લઈને તમે ગલ્લો ચાલુ રાખો, હું જોવ છું કે કોણ ગલ્લો બંધ કરાવે છે તેમ કહી પોલીસની કામગીરીમાં અડચણરૂપ બન્યા હતા. જેને પગલે પોલીસે બંને વિરૂદ્ધ અડચણરૂપ થવાના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી.

મોડે સુધી પાનનો ગલ્લો ખુલ્લો રાખ્યો હતો

અન્ય સમાચારો પણ છે...