કોરોના સંદર્ભે વધુ બે શંકાસ્પદ દર્દીઓ નડિયાદ સિવિલમાં દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કહેર વચ્ચે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ બે શંકાસ્પદ દર્દીઓને આઇશોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંદર્ભે આવા શંકાસ્પદ 32 દર્દીઓના સેમ્પલ લઇ કરાયેલા પરિક્ષણમાં 28 દર્દીઓનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 4 દર્દીઓના રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યાર સુધી ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવનો એકેય કેસ નોંધાયો ન હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જ્યારે હોમ ક્વોરેન્ટાઇનની સંખ્યા ઘટી 200ના આંક પર પહોંચી છે. નડિયાદ, મહુધા, મહેમદાવાદ, ડાકોર, કઠલાલ, કપડવંજ તથા ડાકોર સહિત અન્ય સ્થળોએ મળી જિલ્લામાં હાલ 200 જેટલી વ્યક્તિઓને તેમના ઘેર જ મેડિકલ વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. આ લોકો વિદેશથી પરત આવેલા છે. જેઓને 14 દિવસના હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે હોમ ક્વોરેન્ટાઇનના નિયમનો ભંગ કરનારની સંખ્યા 15 પર પહોંચી છે. જેઓ 14 દિવસ પૂર્ણ થતા પહેલાં ઘરની બહાર ફરતા હતા. આવી 15 વ્યક્તિઓને નડિયાદખાતેના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રાખવામાં આવ્યા છે.

32માંથી 28 દર્દીના નેગેટિવ રિપોર્ટ ઃ ચારના પેન્ડીંગ

અન્ય સમાચારો પણ છે...