તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર સબ જેલમાં ક્ષમતા કરતાં દોઢા કેદીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરમાં આવેલા સબ જેલ સ્ટેટ સમયથી બનેલી છે. તેમાં કેદીઓ રાખવાની ક્ષમતા 107ની છે. એની જગ્યાએ હાલમાં 156 કેદીઓ છે. તો કોરોના વાઈરસમાં તેઓની સ્થિતિ શું થાય એ પ્રશ્ન છે.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં બનતા નાના મોટા ગુનાના આરોપીઓ જેઓ જામીન ઉપર ન છૂટ્યા હોય તેઓએ છોટાઉદેપુર સબ જેલમાં લાવવામાં આવે છે. હાલમાં કાચા કામના 156 કેદીઓ થઈ ગયા છે. જેને લઈ જેલ પણ નાની પડવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી નવી જેલ એકલબારા ગામે બનાવવાની પ્રક્રિયાઓ હજુ હાથ ધરાઈ નથી. ઝડપી તેનું કામ કરવું જરૂરી છે. કારણકે કેદીઓનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં આદેશો કરવામાં આવ્યા છે કે સાત વર્ષની સજા સુધીના કેદીઓને પેરોલ ઉપર છોડવા એ પૈકી છોટાઉદેપુર જેલમાંથી એક પણ કેદીઓ મુક્ત થયો નથી. બધા કાચા કામના કેદીઓ હોવાનું જેલ સુપ્રિટેન્ડન બી કે જાકલે ફોન ઉપર જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...