તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર-રાજપીપલા વચ્ચે ટ્રેન બંધ, કાલથી ચાલુ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર -રાજપીપલા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. શનિવારથી બંધ થયા બાદ સોમવારના રોજ રાબેતા મુજબ ચાલશે. રવિવારના રોજ તમામ ટ્રેનઓ રદ કરવામાં આવી છે. જેને લઇ અંકલેશ્વર સ્ટેશન બંધ રહેશે

રવિવારે જનતા કરફયુને લઇ ટ્રેન અને બસ ટ્રાન્સ્પોટેશન સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અંકલેશ્વર થી રાજપીપલા વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરાયો છે. શનિવારે 4:30 વાગ્યે રાજપીપલા જતી ટ્રેનનો રૂટ કેન્સલ કર્યો છે. આ ટ્રેન સોમવારે 4: 30 કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને સાંજે 7:15 કલાકે પહોંચશે. બીજા દિવસે નિત્યક્રમ મુજબ રાજપીપલાથી 6 વાગ્યે ઉપડશે અને સવારે 9 કલાકે અંકલેશ્વર આવી પહોંચશે. રવિવારે તમામ પેસેન્જર ટ્રેનો રદ કરાતા રેલ્વે સ્ટેશન ખાતે એકપણ ટ્રેન આવશે નહિ.

અન્ય સમાચારો પણ છે...