તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે જનતા કર્ફ્યુ માટે બોડેલીની પ્રજા સમર્થન માટે સજ્જ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત ભરમાં વધી રહેલા કોરોનાનાં દર્દીઓને લઈને ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈરસને વધુ ફેલાતો અટકાવવા માટે રવિવાર તા.22 માર્ચનાં રોજ ભારતવાસીઓ માટે જનતા કરફ્યૂનો આદેશ કર્યો છે. ત્યારે સવારે 7થી રાતના 9 કલાક સુધી ઘરમાં રહેવા માટેનું પાલન કરવા માટે વેપારી બોડેલી મથકની પ્રજા સજ્જ બન્યા છે. ગુજરાતમાં જ્યારથી કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારથી લોકોમાં દહેશત ઉભી થઇ છે. જેની સીધી અસર વેપારી મથક બોડેલીનાં બજાર પર જોવા મળી રહી છે. બોડેલીમાં લોકોની ચહલ પહલ ખાસ્સી જોવા મળતી હતી, પણ કોરોનાને લઈને લોકો કામ વિના ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દુકાનોમાં ગ્રાહકો ઓછા દેખાય છે. માર્ગો ભેંકાર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...