થાન જીવદયા પરિવારની જરૂરિયાત મંદો માટે ટિફિન અને ભોજન સેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાન ભાસ્કર | સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ કહેર વરતાવી રહ્યો હોવાથી ભારતમાં પણ લોકડાઉન જાહેર કરાતા લોકોના કામધંધા ઠપ્પ છે. ત્યારે રોજનુ લાવી પેટીયુ રળતા લોકોને બે ટંક ભોજનની સમસ્યા સર્જાય છે. આથી થાનગઢ જીવદયા પરીવાર દ્વારા તેમને મદદરૂપ થવા સેવા કાર્ય હાથ ધરાયુ છે. જેમાં લોકડાઉન દરમિયાન 21 દિવસ સુધી થાનમાં વસતા જરૂરીયાતમંદ પરીવારોને નિશુલ્ક ટીફિન સેવા અપાશે. જેના માટે જીવદયા ગૃપના ફિરોઝ ખાન, પ્રતાપભાઇ ખાચર, વિનુભાઇ પ્રજાપતિ, જયરાજભાઇ ખાચર, રાજુભાઇ ભગત, મનુભા ગઢવીનો સંપર્ક કરવાનો રહેશે.
અન્ય સમાચારો પણ છે...