જમીન જોઇએ કહી 2 મહિલા સહિત ત્રણને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીનાક્યાર ગામના વીરચંદભાઇ પરમાર તેમના કુટુંબના માણસો નોતરાના પૈસા બાબતે તેમના આંગણમાં બેઠા બેઠા વાતો કરતાં હતા. ત્યારે જૈનુભાઇ, રાજુભાઇ, દલુભાઇ, મહેશભાઇ તમામ લાકડીઓ લઇ દોડી આવી તમોને વધુ જમીન જોઇએ છે કહી બિભત્સ ગાળો બોલતા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ભુરીબેન તથા મેતુભાઇ, રમીલાબેન છોડાવવા વચ્ચે પડતાં રાજુભાઇએ ભુરીબેનને બન્ને હાથે લાકડી વડે માર મારી બન્ને હાથ ફ્રેક્ચર કરી ઇજા પહોંચાડી હતી. મેથુભાઇને હાથે તથા છાતીના ભાગે લાકડીઓ વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ચારેય જણા ભાગી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત ભુરીબેન તથા મેતુભાઇને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. આ સંદર્ભે વીરચંદભાઇ મેતુભાઇ પરમારે ગરબાડા પોલીસ મથકે ઉપરોક્ત ચારેય ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિલાના બન્ને હાથે ફ્રેક્ચર કર્યુ

અન્ય સમાચારો પણ છે...