તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામપુરામાં તલવાર, લાકડીથી હુમલો કરાતાં મહિલા સહિત ત્રણ જણાંને ઈજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના રામપુરા ગામના રમકાભાઇ મનસુખભાઇ મેડા તથા તેમનો પરિવાર શનિવારના રોજ સવારન તેમના ઘરે હતા. તે દરમિયાન ગામમાં રહેતા વસનભાઇ ભુરીયા, મકનભાઇ ભુરીયા, રાજુભાઇ ભુરીયા, બાબુભાઇ ભુરીયા તેમના ઘરે આવી બિભત્સ ગાળો બોલી તમે સુરતાબેનના રમુડાભાઇ જોડે આડા સંબંધનો નિકાલ કેમ કરતા નથી કહી ઉશ્કેરાઇ વસન ભુરીયાએ તલવાર દિનેશભાઇ મનસુખભાઇ મેડાને કપાળના ભાગે મારી દેતાં લોહી લુહાણ કરી ઇજા પહોંચાડી હતી. મકન ભુરીયાએ લાકડી બરડાના તથા જમણા પગે મારી મારી ઇજા પહોંચાડી હતી.

તેમજ રાજુ ભુરીયા તથા બાબુ ભુરીયાએ લાકડી રંગલીબેન ગોરધનભાઇ તડવીના બરડાના ભાગે તથા જમણા પગની સાથળના ભાગે તેમજ છાતી તથા પેટના ભાગે ગડદાપાટુનો ગેબી માર મારી ઇઝા કરતાં આ દરમિયાન બુમાબુમ કરતાં ઉપરોક્ત તમામ લોકો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેમના ઘરો તરફ જતા રહ્યા હતા. આ દરમિયાન ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તોને દાહોદ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે રમકાભાઇ મનસુખભાઇ મેડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત ચારેય ઇસમો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીભત્સ ગાળો બોલી આડા સંબંધનો નિકાલ કરતા નથી કહી ઉશ્કેરાઇ હુમલો

નિકાલ કેમ કરતા નથી કહી તકરાર કરી હતી, ગામના જ 4 લોકો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...