જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નથી: 3 પ્રવાસીનું સ્ક્રીનીંગ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની સામે લડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.તેમજ જનતાની જાગૃતિના કારણે આણંદ પંથકમાં સૌથી વધુ વિદેશી આવતાં હોવા છતાં એક પણ કોરોના પોઝેટીવનો કેસ નોંધાયો નથી.જિલ્લામાં લોકોની જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઇ રહ્યું છે.ત્યારે જિલ્લા કલેકટર આર.જી ગોહિલે આગામી 18 દિવસ સુધી જનતાને સહકાર આપવા જણાવ્યું છે.જિલ્લામાં શુક્રવારના રોજ માત્ર વધુ 3 પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં 2237 પ્રવાસીઓનું સ્કેનીંગકરવામાં આવ્યું છે.જે પૈકી 1436 પ્રવાસીઓનું ઓર્બ્ઝવેશન પૂર્ણ થયું છે.જયારે 801 પ્રવાસીઓ ઓર્બ્ઝવેશન હેઠળ છે.

કોરોના અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવ્યો નથી.જયારે જિલ્લામાં શુક્રવારના રોજ સાંજના ચાર વાગ્યા સુધી વધુ 4 દર્દીઓના સીઝનફલુ અને કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જિલ્લામંા અત્યારસુધીમાં સીઝનલફલુ અને કોરોનાના 29 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું.

જિલ્લાના 365028 ઘરોની મુલાકાત લઇને 1822108 વસ્તી આવરી લેવામાં આવી હતી.જેમાં સામાન્ય શરદી ખાસીવાળા કુલ 7496 દર્દીઓને સ્થળ ઉપર જરૂરી સારવાર આપી હતી.

29 દર્દીઓના રીપોર્ટ નેગેટીવઃ 28 દર્દીઓને કવૉરોન્ટાઇલ હેઠળ

અન્ય સમાચારો પણ છે...