તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાડામાં મેડિકલ ઓફિસરના ક્વાર્ટરમાંથી રૂા.15,400ની ચોરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના કોટાના મુળ રહેવાસી અને ગરબાડા રેફરલ હોસ્પિટલમાં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરતાં રાધાકિશન ફતેશંકર મહેતા તા.19ના રોજ સવારમાં નવેક વાગ્યે તેમના ગરબાડા ખાતેના સરકારી ક્વાર્ટરને તાળુ મારી નોકરી ઉપર ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે ગયા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા ચોર તેમના સરકારી ક્વાર્ટરના પાછળની લાકડાની બારી તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં જઇ ટેબલના ડ્રોવરમાં મુકી રાખેલી તીજોરીની ચાવી લઇ તીજોરી ખોલી અંદર મુકેલ શુટકેસ તોડી નાખી તેમાં મુકી રાખેલા 500, 200, અને 100ના દરની નોટો મળી કુલ રોકડા 14,000 તથા 50 ગ્રામ વજનના એક જોડ ચાંદીના છડા જેની કિંમત 1400 મળી કુલ 15400 રૂપિયાની ચોરી કરી લઇ અજાણ્યા ચોરો ભાગી ગયા હતા. આ સંદર્ભે રાધાકિશન ફતેશંકર મહેતા ગરબાડા પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળના ચક્રોગતિમાન કર્યા છે.

તિજોરી ખોલી સુટકેસમાંથી રોકડા, એક જોડ છડાની ચોરી

_photocaption_}યશવંત રાઠોડ*photocaption*
અન્ય સમાચારો પણ છે...