તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવળેશ્વર પાસે કોલસાની ભઠ્ઠી મુદ્દે યુવાનને મોતને ઘાટ ઉતારાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના રાવળેશ્વર નજીક સીમાડામાં ચાલતા કોલસો બનાવવાના ધંધામાં કોલસાની ભઠ્ઠી ફેરવવા મુદે બે મજુરો વચ્ચે રકઝક થતાં અેક મજુરે સાથી મજુરના માથા પર ધોકો ફટકારતાં ગંભીર ઇજાઅો થવાથી સારવાર બાદ મોત નિપજ્યું હતું. કોલસાના કાળા કારોબારમાં મજુરના મોતથી અારોપી વિરૂધ દયાપર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાપર તાલુકાના

...અનુસંધાન પાના નં.2

સાળાના દિકરા સામે નોંધાયો ખૂનનો ગુનો


નાના ભાઇના મોતના સમાચારથી રમજાનભાઇ સાલેભાઇ જત ભચાઉથી દોડી અાવ્યા હતા અને સાળાના દિકરા સમીર ઉર્ફે નસીબ હાજી નકુમ વિરૂધ દયાપર પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. દયાપર પીઅેઅસઅાઇ જે.પી. સોઢાઅે અારોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

રાવળેશ્વરની હત્યાના બનાવને પગલે દયાપર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને હત્યારાની શોધખોળ અાદરી હતી. દરમિયાન રાવળેશ્વરની સીમમાંથી અારોપી સમીર ઉર્ફે નસીબ હાજી સુમાર નકુમ રહે હીમતપુરા ભચાઉવાળાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...