પાણી ભરવા વાડીએ મોટર ચાલુ કરતા ટાંકો ફાટ્યો, દબાઇ જતા યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના હરીપર પંથકમાં વાડીએ ઇલેકટ્રીક મોટર ચાલુ કરીને સિમેન્ટ બેલાનો ટાંકો ભરવા જતા અકસ્માતે પાણીના પ્રેશરથી ટાંકાની દિવાલ ધસી પડતા બેલાની નીચે દબાઇ જતા ઘવાયેલા યુવકનુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના હરીપર(ખંઢેરા) ગામે રહેતા અને ખેતીકામ કરતા રાજેશભાઇ ઘેલાભાઇ ગઢીયા (ઉ.વ.42) નામનો યુવાન ગત તા.28ના રોજ સવારે પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરી સિમેન્ટ બેલાનો ટાંકો ભરવાનુ કામ કરી રહયા હતા જે વેળા ચકરી(વાલ્વ) ચાલુ કરવા જતા અચાનક પ્રેશરના કારણે પાણીનો ટાંકો ફાટતા તેની દિવાલ પેટ સહીતના ભાગે પડતા શરીરે ગંભીર ઇજા પહોચી હતી.

આથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતક યુવાનના ભાઇ મહેશભાઇ ઘેલાભાઇ ગઢીયાએ જાણ કરતા કાલાવડ સીટી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે મૃતકના ભાઇનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે મૃતકના કુટુંબમાં ઘેરો શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...