તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભે ગામે નજીવી બાબતે મારામારી કરતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના ભેં ગામના મહેશભાઇ રામાભાઇ તાહેડ તથા તેમના કુટુંબી ભાઇ શિકાભાઇ પારસીંગભાઇ તાહેડ બન્ને જણા પાંદડી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઘરે આવવા માટે ખાનગી વાહનમાં બેસી દાદૂર ચોકડી પાસે ઉતર્યા હતા અને ત્યાંથી ચાલતા ચાલતા તેમના ઘર તરફ ભેં વેડ ફળીયા રોડ ઉપર જતાં હતા. તે દરમિયાન સાંજના ગામના યુનુશભાઇ સુરેશભાઇ ભુરીયા તેના હાથમાં લાકડી લઇ ઉભો હતો અને મહેશભાઇ તથા શિકાભાઇને સવારમાં ભેં વેડ ફળીયાની જાનમાં તમે બન્ને જણા કેમ નાચ્યા હતા કહી ઉશ્કેરાઇ જઇ તેના હાથમાની લાકડી શિકાભાઇને ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે મારી ઇજા કરી હતી તથા બરડાના ભાગે મારી જમીન ઉફર પાડી દીધા હતા. તેમજ ગડદાપાટ માર મારતાં તેને મારવાની ના પાડતા મહેશભાઇને પણ લાકડી લઇને દોડતાં તેઓ ત્યાંથી ભાગીને જતા રહ્યા હતા.

આ સંદર્ભે મહેશભાઇ તાહેડે ગરબાડા પોલીસ મથકે યુનુશભાઇ સુરેશભાઇ ભુરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...